MORBIMORBI CITY / TALUKO

હું..તો..લખીશ ..મોરબી ની દુર્દશા નું મુખ્ય કારણ મોરબી નું રાજકારણ.?

મોરબી ની દુર્દશા પાછળ મોરબી નુજ રાજકારણ લખવાં પાછળ ના અનેક પુરાવા સાબિતી આપે છે જેમ કે મોરબી ના અનેક વિસ્તારો એમાંય ઘડિયાળ ઉદ્યોગ નું હબ એવા લાતી પ્લોટ માં વ્યવસાય કરતા હજારો નાના મોટા ધંધાદારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગંદકી ના ગંજ તેમજ ઉભરાતી ગટરો ને રાત્રી દરમિયાન અંધકાર મય યાતનાઓ વેઠી રહ્યા છે ને એવુ પણ નથી કે તેમને રજુવાત ન કરી હોઈ હજારો વખત રજુવાત કરવા છતાં કોંગ્રેસ કે ભાજપ કે કોઈ તંત્ર ના જવાબદાર અધિકારી ના પેટ નું પાણી પણ હલ્યું હોઈ તેવો કિસ્સો હજુ સુધી જોવા નથી મળ્યો

ચૂંટણી ઓ તો અનેકવાર આવી અને જતી રહી પણ મોરબી ના અનેક વિસ્તારો આજે પણ વિકાસ ને જંખી રહ્યા છે પણ એકપણ નેતા કે કે જવાબદાર અધિકારી ઓ વિકાસ વગર ના બાકી હોઈ તેવું દૂર દૂર સુધી દેખાતું નથી માટે વિકાસ માત્ર નેતાઓ અને ભ્રસ્ટાચારી અધિકારી ઓ નોજ થયો છે


ગુજરાત માં એ ગ્રેડ ની નગરપાલિકા ઓ માં જેમને સ્થાન મળ્યું અને કરોડો ની ગ્રાન્ટો ફાળવવા માં આવતી હોવા છતાં સ્થાનિક રાજકારણ નો ભસ્ટાચાર રૂપી અજગર ભરડો લોકોની સુખ સુવિધા ને સલામતી ને યાતનાઓ તરફ ધકેલી રહ્યો છે

વિશેષ માં અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જિલ્લા વિકાસ ના તમામ વિભાગો માં સંકલન નો અભાવ પણ હાનિકારક સાબિત થઇ રહ્યો છે

હવે વાત રહી બીજા વિસ્તારો ની તો ગણવા બેસી તો નાના એવા મોરબી શહેર માં આંગળી ના વેઢા ટૂંકા પડે જેમ કે આસ્વાદ પાન ચોક જુના બસ સ્ટેન્ડ એ ડીવીજન ની સામે નો વિસ્તાર વાવડી રોડ શિક્ષણ અધિકારી ની કચેરી સામે નો વિસ્તાર લાઇન્સ નગર પંચાસર ચોકડી થી કામધેનુ સુધી પંચાસર રોડ સુપરમાર્કેટ કેસરબાગ મોરબી સિવિલ હોસ્પિટલ વગેરે વગેરે વિસ્તારો માં કોઈ સ્વછતા તો કોઈ સારા રોડ તો કોઈ સારી ગટરો માટે આજે પણ જજુમી રહ્યા છે અને નેતાઓ અને નગરપાલિકા ના અધિકારી ઓ અને જવાબદાર અધિકારી ઓ જે રીતે મોટા મોટા વચન અને વાયદાઓ ના આપતાં હોઈ છે તે પણ પોકળ સાબિત થાઈ છે ને હજુ પણ જો મોરબીવાસીઓ ની સુખાકારી નો અપાવી સકતા હોઈ તો ઈશ્વર નો ડર રાખી સ્વૈચ્છિક રાજીનામુ આપી ને મોરબી ની ભોળી પ્રજા પર એક ઉપકાર કરવો જોઈ તેવું મારું માનવું છે

અંત માં હજુ પણ સમય છે જો આ સ્થિતિ ને જોતા જો મોરબી નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત તેમજ જવાબદાર અધિકારી જવાબદાર હોદ્દેદારો સામાજિક સંસ્થાઓ પોલીસ વિભાગ અને દરેક મોરબી વાસી જો આ અભિયાન ને સકારાત્મક વલણ સાથે અપનાવે તો ચોક્કસ પણે આપણું મોરબી સ્વચ્છ સલામત સુરક્ષિત બની શકે તેમાં શંકા ને સ્થાન નથી

અને આપનું અમૂલ્ય સૂચન આવકાર્ય
આપનો વિશ્વાસુ પત્રકાર મેહુલ ગઢવી
9978388383
9106445145

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!