Halvad- આંગણ રમતા બાલુડા જરા આઘા નીકળી જાય તો બાય પકડજે બાળને તને દંડવત લાગું પાય ઉદા ચારણના ઘેર અવતાર્યા અને રાજબાઈ ધર્યું નામ સૌ સૃષ્ટિની ની જગદંબા અને ચરાડવા તું જ ધામ
આંગણ રમતા બાલુડા જરા આઘા નીકળી જાય તો બાય પકડજે બાળને તને દંડવત લાગું પાય ઉદા ચારણના ઘેર અવતાર્યા અને રાજબાઈ ધર્યું નામ સૌ સૃષ્ટિની ની જગદંબા અને ચરાડવા તું જ ધામ અઢારેય વર્ણ જેને પુજે છે તે જગંદબા માં રાજબાઈ નો પ્રાકટ્ય દિવસ ફાગણ સુદ બીજ છે અને તે રાજલ બીજ થી ઓળખાય છે દર વર્ષે કેરળવા ગામે અને સાપર ગામે રાજબાઈ માતાજીના હવનહોમ અને આરતી થાય છે જ્યારે કચ્છમાંથી નવા કટારીયા ગામેથી પગપાળા ચરણવા ધામ સુધી ભાવિક લોકો આવે છે અને આ વર્ષનો ફાગણ સુદ બીજના દિવસે ચરાડવા શોભાયાત્રા યોજાઈ છે. રાત્રે લોક ડાયરા નું આયોજન થાય છે.
આ વર્ષે તારીખ ૨૬-૨ય- નાં રોજ કચ્છ નાં નવા કટારીયા ગામેથી પગપાળા પદયાત્રા નીકળી ને ચરાડવા પહોંચશે તેમા તારીખ ૨૭-૨- નાં રોજ ચરાડવા ગામ નજીક ગોકુળીયા ગામે પહોંચશે અને જ્યાં રાત્રિ દરમિયાન રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસે સવારે ફાગણ સુદ બીજના દિવસે ચરાડવાગામે પહોંચીને માતાજીના દર્શન કરીને માં રાજબાઈની શોભાયાત્રામાં જોડાશે. નવા કટારીયા થી પદયાત્રા યોજાનારી છે તેમાં જોડાવા, ગોકુળિયા ગામે રાસ મંડળી જોવા અને ચરાડવા ગામે માં રાજબાઈ માતાજી ની શોભાયાત્રા માં પધારવા કટારીયા પદયાત્રા સમિતિએ ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.