GUJARATLUNAWADAMAHISAGAR

વિરપુરના રાજપુર ગામે મકાનની પરસાડમાં ઝહેરી કોબ્રા સાંપ આવી જતા રેસ્ક્યુ કરાયું.

આસીફ શેખ લુણાવાડા

વિરપુરના રાજપુર ગામે મકાનની પરસાડમાં ઝહેરી કોબ્રા સાંપ આવી જતા રેસ્ક્યુ કરાયું.

પ્રેક્ટિકલ કોબ્રા ધુસી આવતા પરીવારમાં નાસભાગ મચી હતી.

વિરપુર તાલુકામાં આવેલ રાજપુર રહેણાંક વિસ્તારના મકાનમા અત્યંત ખૂબજ ઝહેરી પ્રજાતિનો પ્રેક્ટિકલ કોબ્રા સાપ ઘૂસી આવતા પરિવારના સભ્યોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યાર બાદ સ્થાનિક રહીશો દ્વારા સાપ રેસ્ક્યુ કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી જે બાદ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે પોહચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિરપુર તાલુકાના રાજપુરા ગામના જયેશભાઈ રમણભાઈ નાયક મકાનની પરસાડના ભાગમાં એક બ્લેક કલરનો ફીણ વાડો સાપ ઘૂસી આવ્યો છે તેવો કોલ મહેશભાઈ પ્રજાપતિ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિને કરવામાં આવતા હિતેશભાઈ સ્થળ પર દોળી આવ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું તેઓના જણાવ્યા પ્રમાણે આ એક ખૂબ જ ઝહેરી પ્રજાતિનો પ્રેક્ટિકલ કોબ્રા સાપ છે તે ખૂબ ઝહેરી આવે છે દેશી ભાષામાં તેને નાગ પણ કહેવાય છે. ત્યારે આવા ઝહેરીલા સાપથી ડરવાની જરૂર નથી પંરતુ સાવચેતી રાખવી જરૂરી છે અને કોઈ પણ સાપ નીકળે તો રેસ્ક્યુ ટીમને જાણ કરવા હિતેશભાઈએ જણાવ્યું હતું. ત્યારે મકાનની પરસાડ માંથી આ પ્રેક્ટિકલ કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરી માનવ રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો ત્યારે આવા અત્યંત ઝહેરી સાપને મકાનની પરસાડ માંથી સફળ રેસ્ક્યુ કરી લેતા લોકોએ અને પરીવારે હાશકારો અનુભવ્યો હતો..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!