Halvad:હળવદમાં માતા સાથે ફોન ઉપર ઉંચા અવાજે વાત કરતાં બાબતે વૃદ્ધને છ શખ્સોએ માર માર્યો
Halvad:હળવદમાં માતા સાથે ફોન ઉપર ઉંચા અવાજે વાત કરતાં બાબતે વૃદ્ધને છ શખ્સોએ માર માર્યો
હળવદ: આધેડે આરોપીની માતા સાથે ફોન કરી ઉંચા અવાજે વાત કરેલ હોય જેના કારણે આરોપીઓ હળવદની આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં પ્રવેશી આધેડને પાઈપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓએ ફરીયાદિને તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઈરાદાથી કાર ભટકાડી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ નજીક આવેલ આસ્થા ટેકનો પ્લાસ્ટ કંપનીમાં રહેતા મનોજ રમાશંકર યાદવ (ઉ.વ.૫૨) એ આરોપી અજયભાઈ સુરેશભાઈ કુડેચા, હાર્દિકભાઈ સુરેશભાઈ કુડેચા, સુરેશભાઈ કુડેચા, શીતલબેન સુરેશભાઈ કુડેચા, સંજયભાઈ ચંદુભાઈ કુડેચા, વિજયભાઈ ચંદુભાઈ કુડેચા રહે. બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી અજયભાઈના માતા શીતલબેન સાથે ફોન કરી ઉચા અવાજે વાત કરેલ હોય જેના કારણે આરોપીઓ પાઈપ જેવા હથીયારો ધારણ કરી આસ્થા ટેકનો પ્લાસ્ટ હળવદ કંપનીમાં પ્રવેશી ફરીયાદીને પાઈપ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી વિજયભાઈ આઇ -૨૦ કાર રજીસ્ટર નંબર -જીજે-૧૩-સીસી-૨૮૭૧ વાળી કાર ફરીયાદી તથા સાહેદોને મારી નાખવાના ઈરાદાથી ભટકાડી માથે ચડાવી દેતા સાહેદ ઉપેન્દ્રરાયને જમણા પગમાં તથા શશીકાંતભાઈને કમરના ભાગે ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.