GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં આસો મહિને અષાઢ મંડાણો ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું
MORBI:મોરબીમાં આસો મહિને અષાઢ મંડાણો ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું
મોરબી શહેર ઉપર સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડી ગયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ વાવેલો પાક વાવેતર નો કોળીયો મોઢામાં આવે તે પહેલાં જ છીનવાઈ જાય જાય તેવા સંજોગો ઉભા થયા છે. આ બાબતે વાત કરીએ તો આ વર્ષે વાવેતર કર્યા પછી સતત વરસાદ વરસતો રહ્યો છે જેના કારણે પાક વાવેતરના પાકમાં નિંદામણ થઈ શક્યું નહીં અને નકામું ઘાસ ઉગી નીકળતા વાવેતર પાક નો વિકાસ થવા દીધો નથી અને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે અષાઢ મહિના નો વરસાદ હોય તેમ વીજળી નાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે.જે વરસાદ નહીં પણ માવઠું પડયું છે.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મો.નં.૯૯૭૮૩૯૮૮૮૫