GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે

મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે

 

મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાની યોગ્ય લાયકાત અનુસાર ભરતી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં કુલ- ૩૩૮ માનદ સભ્યોની ખાલી રહેલ જગ્યાની ભરતી માટે કરવામાં આવશે જે માટે ધો. ૩ પાસ કે તેથી વધુ તેમજ ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ ખાલી જગ્યામાં માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૧૩, GRD મહિલા ૩૯, SRD ૨૧, હલવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૨૮, GRD મહિલા ૩૮, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૨૫, GRD મહિલા ૫૮, મોરબી તાલુકા GRD પુરૂષ ૩૦, GRD મહિલા ૩૮, SRD ૦૭, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં GRD પુરૂષ ૧૯, GRD મહિલા ૨૨ ની ભરતી કરવામાં આવશે.

મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા(મીં), ટંકારા, હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર.ડી. શાખા, રૂમ નં.૧૫, પોલીસ અધિક્ષકની કચેરી, નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨, ખાતેથી તા.૧૮/૧૦/૨૦૨૩ થી તા.૩૦/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે. તા.૩૧/૧૦/૨૦૨૩ના સાંજના ૦૬:૧૦ કલાક સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે. ભરતી પ્રક્રીયાની વિગતવારની માહિતી “Morbi Police” ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂ મેળવવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના વી.ટી. વાઘેલાની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!