JETPURRAJKOT

નેહરૂ યુવા કેંદ્ર રાજકોટ દ્વારા રાજકોટ ખાતે Y-20 અંતર્ગત યુવા ઉત્સવની ઉજવણી કરાઇ

તા.૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લીધો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર, રાજકોટ દ્વારા G-20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે યુવાઓમાં છુપાયેલી વિવિધ શક્તિઓને બહાર લાવવા Y-20 માટે મહાત્મા ગાંધીજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડો. અર્જુનસિંહ રાણાએ યુવાઓને પ્રેરણાદાયી વિચારો પૂરા પાડી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોને મૂર્તિમંત કરી રાષ્ટ્રને વિશ્વ ગુરુ બનાવવાનો ધ્યેય પરિપૂર્ણ કરવા યુવાઓને હાકલ કરી હતી. તેમણે ૧૧૦૦૦ દીકરીઓને પોતાના પરિવારની અને સમાજની બ્રાન્ડ એમ્બેસેડર બની પરિવારના કોઈ પણ વ્યક્તિને વ્યસન છોડાવવા માટે આગળ આવવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનના શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી, ઈસરોના સાયબર ચીફ સાયન્ટીસ્ટ ડો.હરેશભાઇ ભટ્ટે પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. નેહરુ યુવા કેન્દ્ર રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દુષ્યંતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં વાજા તુષાર એમ., ઋત્વિક જાની અને મહેતા વિધિ એચ., વકતૃત્વ સ્પર્ધામાં મોરડીયા પાર્થ એ., ખાચર રાજેશ્વરી, રાઠોડ આરતી, ફોટોગ્રાફી સ્પર્ધામાં થાનકી આશિષ દિલીપભાઈ, ઝિંઝુવાડીયા હર્ષ અતુલભાઇ અને ઉપાધ્યાય કિશન અજયભાઈ, કાવ્ય સ્પર્ધામાં ગોગારા સાગર, ગેરૈયા અક્ષય, શેખ મજાર એસ. અને વિવિધ સંસ્કૃતિ સ્પર્ધામાં ટીંબાડિયા અભી, રાણપરા પ્રણય, અગ્રાવત દર્શન, ગંગદેવ ઉત્સવ રાજેશભાઈ, ગોગારા સાગર એમ. વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને મહાનુભાવશ્રીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ તકે સનશાઈન કોલેજના ડાયરેક્ટર ડો. વિકાસ અરોરા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સના મેમ્બર શ્રી બી.વી.હરસોડા, મારવાડી યુનિવર્સિટીના ડીન શ્રી સારંગ પાંડે તેમજ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!