JETPURRAJKOT

વાવાઝોડા બીપરજોય દરમિયાન પશુપાલન વિભાગની ટીમ ખડે પગે : ૨૪ કલાક પશુધનની સારવાર માટેની વ્યવસ્થા કરાઈ

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં ૧૧ જેટલા વેટરનિટી ડોક્ટરો અને ૪૨ જેટલા પશુ નિરીક્ષકો સહિત કુલ ૨૧ પશુ સારવાર માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે, ડો. ખાનપરા, જિલ્લા પશુપાલન અધિકારી , રાજકોટ

પશુપાલન વિભાગ – રાજકોટની ટીમ વાવાઝોડા બીપરજોયથી અસરગ્રસ્ત થનારા પશુ-પક્ષીઓની સારવાર માટે ૫૦ લોકોની ટીમ સતત ખડેપગે કાર્યરત છે. વાવાઝોડા દરમિયાન પ્રજાની સાથે સાથે અનેક અબોલ પશુ, પક્ષીઓ પણ હેરાન થાય તેવી ભીતિ છે. રાજકોટ જિલ્લામાં પશુધનને નુકશાન ન થાય તે માટે ૧૧ જેટલા વેટરનિટી ડોક્ટરો અને ૪૨ જેટલા પશુ નિરીક્ષકો ૨૪ કલાક કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા તત્પર છે. તેમજ ૧૯ જેટલી ૧૯૬૨ એમ્બ્યુલન્સ સમગ્ર જિલ્લામાં સતત કાર્યરત છે. રાજકોટ શહેર માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન, રાજકોટની ૨ એમ્બ્યુલન્સ મળી જિલ્લામાં કુલ ૨૧ પશુ સારવાર માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે, તેમ ડો. ખાનપરા, જિલ્લા પશુપાલન અધિકારી , રાજકોટ ની યાદીમાં જણાવાયું છે.

વાવાઝોડા – અતિવૃષ્ટિ સમયે પશુધનના રક્ષણનાં પગલાં માટે ટીવી, રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સૂચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દૂર રહેવું, આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી, પશુઓને ખુલ્લા અને ઊંચા સલામત સ્થળે ખસેડવા, પશુધન માટે સૂકોચારો તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો, પશુઓને ખીલે બાંધવા નહીં, પશુઓને ઝાડ, છાપરા નીચે, જર્જરીત રહેઠાણ કે દીવાલ નજીક રાખવા નહીં, પશુધનને વિજળી થાંભલા પાસે/સાથે બાંધવા નહીં, ઘેટાં, બકરાં, મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઈ ના જાય તે માટે તકેદારી રાખવી, બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી, વાવાઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતિમાં અગમચેતીના પગલાંરૂપે પશુધનનું રસીકરણ કરાવવું, વગેરે સૂચનાઓ જનહિતમાં જારી કરાઇ છે.

રાજકોટ જીલ્લાના તાલુકાઓના પશુપાલન શાખાના કંટ્રોલ રૂમના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. ઉપલેટા તાલુકામાં ડો. એ.કે.કાસુન્દ્રાનો ૯૭૨૬૬ ૩૧૪૩૯, ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકામાં ડો.પી.બી.માદરીયા નો ૭૯૯૦૫ ૨૫૭૦૧, જસદણ અને વિછીયા તાલુકામાં ડો.એન.ડી.કાગડા નો ૯૪૨૬૨૬૪૮૩૪, જામકંડોરણા તાલુકામાં ડો. એ. એલ. રામાણી નો ૭૬૯૮૭ ૩૬૩૮૬, જેતપુર તાલુકામાં ડૉ. કે.કે. સાવલીયા નો ૯૬૮૭૯ ૮૯૬૮૨, ધોરાજી તાલુકામાં ડો.એ.ટી.ચાંપડીયા નો ૯૭૧૨૮ ૫૨૨૫૫, પડધરી અને લોધિકા તાલુકામાં ડો.જે.કે.પટેલ નો ૯૮૨૫૨ ૯૬૧૦૧ અને રાજકોટ તાલુકામાં ડો.જે.એમ.મફત નો ૯૧૦૬૧ ૯૦૭૫૫ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!