MORBI:મોરબી તાલુકાના મકનસર ગામે જુગારના બે દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
MORBI:મોરબી તાલુકાના મકનસર ગામે જુગારના બે દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે ગઈકાલ તા.૨૦ ના રોજ મકનસર ગણે અલગ અલગ બે સ્થળોએ જુગાર અંગે દરોડા પાડ્યા હતા જેમાં ટ્રાન્સપોર્ટ ઓફીસ પાછળ પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા ચેતનભાઇ ચંન્દુભાઇ ઘાટેલીયા ઉવ.૨૬ તથા જીતેશભાઇ વીરજીભાઇ થરેસા ઉવ.૨૬ બંને રહે. નવા મકનસરવાળાને રોકડા રૂ.૯૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે બીજા દરોડામાં નવા મકનસર ગામે પાણીના ટાંકા પાસે ગંજીપત્તાના પાનાંનો રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલ મહેશભાઇ ધીરૂભાઇ દેગામા ઉવ.૨૮ તથા વેલજીભાઇ ભીખાભાઇ ચૌહાણ જાતે રાવળદેવ ઉવ.૩૮ બંનેરહે. નવા મકનસરવાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૨૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા છે, તાલુકા પોલીસ દ્વારા બંને દરોડામાં લાકડાયેલ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.