GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:લોકોની સલામતી અર્થે માળીયા પીપળીયા ચાર રસ્તા પરના મેજર બ્રિજની મરામત કામગીરી ચાલુ

MORBI:લોકોની સલામતી અર્થે માળીયા પીપળીયા ચાર રસ્તા પરના મેજર બ્રિજની મરામત કામગીરી ચાલુ

 

 

મચ્છુ નદી પરના મેજર બ્રિજનું ઇન્સ્પેક્શન કરી સમારકામ હાથ ધરાયું; ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ

ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં અનેક જગ્યાઓએ રસ્તા ધોવાઈ ગયા હતા, પરંતુ વરસાદ આશિક વિરામ લેતા જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ જિલ્લાના તમામ માર્ગો પર સમારકામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. અત્યારે હાલ માળિયા પાસે મચ્છુ નદી પરના બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં પડેલ અનરાધાર વરસાદના પગલે જન જીવન ખોરવાઈ ગયું હતું, રોડ રસ્તાને નુકસાન થતા વાહન વ્યવહારને વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા વરસાદ બાદ તાત્કાલિક અસરથી તમામ માર્ગો ચાલુ કરાવી વાહન વ્યવહાર પૂર્વવત થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદે વિરામ લેતા જ તાબડતોડ માર્ગોનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં માળીયા થી પીપળીયા ચાર રસ્તા પર માળિયા પાસે મચ્છુ નદી પર મેજર બ્રિજ આવેલો છે. આ બ્રિજ ઘણો જુનો હોવાથી નદીના પાણી ઓસરતા જ તાત્કાલિક અસરથી આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી સમારકામ હાથ ધરી દેવામાં આવ્યું હતું. સામાન્ય વાહન વ્યવહારને અસર ન થાય તે હેતુથી હાલ જેસીબીની મદદથી બ્રિજની એક સાઇડમાં ઝડપી ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજનું ઇન્ફેક્શન તેમજ સમારકામ જરૂરી હોવાથી તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડી રોડના સમારકામ અર્થે ભારે વાહનોને આ બ્રિજ પરથી પસાર ન થવા અંગે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા આ બ્રિજ પર સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!