AHAVADANGGUJARAT

ડાંગ દરબારનું આયોજન અન્ય સ્થળ પર ન થાય તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ દરબારનું આયોજન અન્ય સ્થળ પર ન થાય તે માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ..
દર વર્ષે એઐતિહાસિક ધરોહર સમાન ડાંગ દરબારનું આયોજન જે સ્થળ પર કરવામાં આવતુ હતુ તે સ્થળના બદલે વહીવટી તંત્ર દ્વારા અન્ય એક ખેડૂતની જમીન પર ડાંગ દરબારનું આયોજન કરવામાં આવેલ છે.ત્યારે દર વર્ષે જે સ્થળ પર આયોજન કરવામાં આવે છે તે જ સ્થળ પર ડાંગ દરબાર યોજવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ.વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2024નો ડાંગ દરબાર દર વર્ષે જે સ્થળ પર યોજાય તે સ્થળનાં બદલે આ વર્ષે કોઈ ખેડુતની જમીનમાં થાય એવુ આયોજન કરવામાં આવેલ છે.છેલ્લા ઘણા વર્ષોથી અને રાજવીઓનાં  બાપદાદાનાં સમયથી ડાંગ દરબારનું આયોજન આહવા મેન રોડ પર કરવામાં આવે છે. અને ડાંગ જીલ્લાના તમામ આદિવાસી લોકો તે સ્થળથી માહિતગાર છે.અને ડાંગ દરબાર જે સ્થળે વરસોથી ભરાય છે તે સ્થળ આહવાનુ મુખ્ય મથક છે.તેમજ  તમામ દુકાનો તથા અન્ય પ્લોટો પણ ત્યાંજ આવેલા છે.આ સ્થળે સી.સી.ટી.વી. કેમેરા અને મુખ્ય બજાર આવેલ હોય જેથી ડાંગ દરબાર ત્યાં ભરાય છે.તેથી ડાંગ દરબાર મુળ સ્થળ થી અન્ય જગ્યાએ કોઈ ખેડુત ખાતેદારની જમીનમાં રાખવામાં આવશે તો લોકો ને તથા આવનાર વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. તેથી વર્ષોથી જે સ્થળ પર ડાંગ દરબારનું આયોજન કરવામાં આવતું હતું તે જ સ્થળ પર ડાંગ દરબાર યોજવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..

ડાંગના ગૌરવશાળી એવા ઐતિહાસીક અને આન, બાન, શાન સમાન લોકમેળોનું આયોજન અન્યત્ર કરવામાં આવે તો સમગ્ર ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજ દ્વારા ડાંગ દરબારના ઉપલક્ષમાં યોજાનાર ઉદ્ઘાટન સમારંભનો સખત વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે સુ નિર્ણય લેવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!