GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ અર્પણ ફાઉન્ડેશનની સાધારણ સભામાં એક નાનકડી નવેક વર્ષની દીકરીની અદભુત દિલેરી

પોતાની પોકેટ મની બચાવીને પતંગ લેવા રાખેલા રૂ. ૪૦૦ શૈક્ષણિક સંકુલના નિર્માણમાં દાન આપીને ઉતરાયણ ઉજવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભવનાથ કેશવ હરી આશ્રમ ખાતે ગઈકાલે અર્પણ ફાઉન્ડેશન (કર્મચારીઓનું સંગઠન) ની સાધારણ સભા મળી હતી.
જેમાં સંગઠનના તમામ સભ્યો પરિવાર સાથે આ સભામાં હાજર રહ્યા હતા, અને સભામાં ગત વર્ષની કામગીરી અને આગામી વર્ષની કરવાની કામગીરીનો વિસ્તૃત એહવાલ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હતો, અને સભામાં સર્વાનુમતે અર્પણ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવે તેવો સર્વે સભ્યોએ ઠરાવ કરેલ હતો.
જેમાં આ સભામાં વડીલો, યુવાનો, બાળકો અને બેહનો સહિતના લોકો હાજર હતા, અને સભા ચાલુ હતી, ત્યારે એક નાનકડી દીકરી આશરે નવેક વર્ષની બધી વાતો સાંભળતી હતી, અને સાથે તેના મમ્મીને કહેતી ચાલોને મમ્મી મારે પતંગ ઉડાડવી છે, મારે પતંગ લેવી છે, મારી પાસે મારા પોકેટ મનીના ૪૦૦ રૂપિયા પડ્યા છે, ચાલોને પતંગ લેવા જઈએ તેવામાં સમાજના બાળકો નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે તે માટે શૈક્ષણિક સંકુલ બનાવવું જ છે, જેથી કારોબારીના સભ્યો દ્વારા એક એક લાખના દાન આપવાની જાહેરાત થવા માંડી તેવામાં જ આ નનાનકડી દીકરી તેની ખુરશીમાંથી ઉભી થઈને તેની પાસે રહેલ પતંગ લેવાના પોતાની પોકેટ મનીના રૂપિયા ૪૦૦ એ પણ સો સો ની ભૂંગળીઓ વાળેલી નોટો ત્યાં હાજર અર્પણ ફાઉન્ડેશનના સભ્ય પીએસઆઈ મુકેશ મકવાણાને થમાવી દીધા અને બોલી આ મારું પણ દાન ત્યારે પીએસઆઈ મુકેશ મકવાણાએ એ દીકરીની દિલેરી જોઈને તેમાં બીજા ૬૦૦ રૂપિયા ઉમેરીને એ દીકરીના નામે રૂપિયા એક હજારનું દાન શૈક્ષણિક સંકુલ બનાવવામાં આપેલ ત્યારે આ દીકરીની દિલેરી જોઈને ત્યાં હાજર રહેલા ભાઈઓ અને બહેનો દ્વારા એક પછી એક દાનની જાહેરાત થવા માંડી હતી. ત્યારે આ દીકરી બીજું કોઈ નહીં પણ અર્પણ ફાઉન્ડેશન(કર્મચારીઓનું સંગઠન)ના સભ્ય એવા DYSP જીતેન્દ્રભાઈ બોરીચાની દીકરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!