GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામા પકડાયેલ ઈસમને પાસા તળે અટકાયત કરી જેલ હવાલે
MORBI:મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામા પકડાયેલ ઈસમને પાસા તળે અટકાયત કરી જેલ હવાલે
મળતી માહિતી અનુસાર મોરબી શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુન્હા આચરી અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ ભરતભાઈ ઉર્ફે બી.કે. કાળુભાઈ ગોગરા ઉવ.૪૦ રહે જેલ રોડ બોરીચાવાસ મોરબીવાળા વિરુદ્ધ પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે ઉપરોક્ત આરોપીનું પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી આરોપીની અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલી આપવામાં આવ્યો છે.