BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: મોહમ્મદપુરા રોડ પર આવેલ એ.પી.એમ.સી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેસત ફેલાઈ

ભરૂચ: મોહમ્મદપુરા રોડ પર આવેલ એ.પી.એમ.સી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેસત ફેલાઈ

Screenshot
Screenshot

આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મોહમ્મદપુરા રોડ પર આવેલ એ.પી.એમ.સી શાકભાજી માર્કેટ ની મુલાકાત લીધી હતી. આ ભરૂચ શાક માર્કેટનુ એ.પી.એમ.સી દ્વારા સંચાલન કરવામાં આવે છે આ શાક માર્કેટમાં આશરે 400 થી ઉપરાંત વેપારીઓની દુકાનો આવેલી છે તેમાં વેપારીઓ શાકભાજી તથા ફ્રુટનો હોલસેલ નો ધંધો કરે છે જેના કારણે આ શાક માર્કેટમાં વહેલી સવારથી ભરૂચ જિલ્લાના કિસાનો પોતાનો માલ લઈને આવે છે કિસાનોનો માલ આ વેપારીઓ ખરીદ કરે છે અને સ્થાનિક લોકલ વેપારીઓને વેચે છે જેના કારણે આ શાકભાજી માર્કેટમાં દરરોજ હજારો લોકોનો મેળાવડો થાય છે શાકભાજી માર્કેટના કારણે હજારો કિલો શાકભાજી વગેરેનો કચરો નીકળે છે આ કચરો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એ.પી.એમ.સી ની છે અને ભરૂચ નગરપાલિકાની છે પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ કરતા નથી તેવા આક્ષેપ કરવામા આવયા છે તેમજ શાક માર્કેટમાં દરરોજ નો નીકળતો હજારો કિલો કચરો એ.પી.એમ.સી ની માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં કચરો ભેગો કરવામાં આવે છે હાલમાં ચોમાસાની સીઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદના પાણી પડવાથી આ ધન કચરો કહોવાઇ જવાને કારણે દુર્ગંધ ફેલાય છે જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે છેલ્લા બે થી ત્રણ વર્ષથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ એ.પી.એમ.સી વિરોધ સરકારમાં આવેદનપત્રો આપી રજૂઆત કરે છે છતાં પણ જાડી ચામડીના સંચાલકો આ એ.પી.એમ.સી ની સફાઈ કરાવતા નથી જેના કારણે ભરૂચ જિલ્લાના કિસાનો માં ભારે રોષ ની લાગણી વ્યાપી રહી છે જો આ શાક માર્કેટમાં આવેલ ધન કચરાનો નિકાલ દિન 10 માં કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવવામા આવયુ છે વધુમા જરૂર પડે તો એ.પી.એમ.સી ના સંચાલકો વિરુધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ જણાવવામા આવયુ છે.

સમીર પટેલ, ભરુચ

Back to top button
error: Content is protected !!