GUJARATMORBIMORBI CITY / TALUKO

Jamu kasmir:વૈષ્ણોદેવી દર્શને જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો,10 લોકોના મોત

Jamu kasmir:વૈષ્ણોદેવી દર્શને જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 લોકોના મોત

 

 

Oplus_0

માતા વૈષ્ણો દેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો છે. આતંકી હુમલામાં બસ ખાડામાં પડી ગઈ હતી. બસમાં લગભગ 50 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નીપજ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ આતંકી ઘટના જમ્મુ અને કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં થઈ છે. શિવખોડી મંદિરમાં દર્શન બાદ શ્રદ્ધાળુઓની બસ માતા વૈષ્ણો દેવીથી દર્શન માટે કટરા જઈ રહ્યા હતા. બસ જેવી જંગલ વિસ્તારમાં પહોંચી તો ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તાબડતોડ ફાયરિંગ શરુ કરી દીધું. આતંકીઓની ગોળીબારથી ગભરાયેલ બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ખોઈ દીધું અને બસ ખીણમાં પડી ગઈ. કહેવાય છે કે, આ બસમાં 50 મુસાફરો બેઠા હતા.ઘટના સ્થળ પર સુરક્ષાકર્મીઓ પહોંચ્યા બાદ રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધું છે. દુર્ઘટનામાં પીડિત લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તો વઈ આતંકીઓની શોધ કરવા માટે ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસે સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે

Oplus_0

Back to top button
error: Content is protected !!