તારીખ 21-06-2024 ને વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી સેતાલુસ પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી આચાર્યશ્રી પરેશભાઈ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.જેમાં શાળાના બહેનો આશાબેન,ગાયત્રીબેન અને ધરતીબેન દ્વારા બાળકોને જીવનમાં યોગનું શુ અને કેવું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું.શાળાના શિક્ષક ભાઈઓ ઉમેશભાઈ અને અમિતભાઇ દ્વારા બાળકોને યોગ ક્યારે અને કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન આપ્યું હતું.ત્યાર બાદ સૌ સાથે મળીને જુદા જુદા યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.