AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBHUJGANDHIDHAMGIR SOMNATHJAMNAGARKUTCHMORBIPATAN VERAVAL

બિપરજોય વાવાઝોડાને લીધે જાણો કઈ ટ્રેનો કેન્સલ કરાઇ

બિપરજોય વાવાઝોડાને કારણે રેલ વ્યવહારને મોટી અસર જોવા મળી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે કેટલીક ટ્રેનોને રદ કરી દીધી છે. 12 જૂનથી લઈને 16 જૂન સુધી વાવાઝોડાની અગમચેતી દાખવી ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તો ટુંકાવી દેવામાં આવી છે. તો કચ્છમાં આવતી અને કચ્છ જતી તમામ રેલ બંધ કરી દેવામાં આવી છે. રેલવે મુસાફરી કરતા અગાઉ લોકો આ લિસ્ટ જરૂરથી ચેક કરવું જરૂરી છે.

ઓખા જતી અને ઉપડતી રેલવેને રાજકોટ સુધી ટુંકાવી દેવામાં આવી છે. તો જગન્નાથપુરી ટ્રેન ઓખાના બદલે અમદાવાદથી ઉપડશે. મુંબઈ સેન્ટ્રલ ઓખા રાજકોટ સુધી ટુંકાવી છે. બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરાઈ તો ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટુંકાવાઈ છે.

13 થી 16 જૂન સુધી ઓખા – રાજકોટ ટ્રેન રદ્દ કરવામાં આવી,
12 થી 15 જૂન સુધી રાજકોટ – ઓખા ટ્રેન રદ્દ કરવામાં આવી,
12 થી 15 જૂન સુધી વેરાવળ – ઓખા અને ઓખા – વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી, જયપુર – ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી,
ઓખા – બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે,

12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ – ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી,

13,14 અને 15 તારીખ ઓખા – મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે,
15 તારીખે ઓખા – જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ અમદાવાદથી ઉપડશે,
12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી,
13,14 અને 15 જૂન વેરાવળ – અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી,
13,14,15 અને 16 તારીખે વેરાવળ – જબલપુર – વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે,
13 થી 15 જૂન વેરાવળ – પોરબંદર – વેરાવળ ટ્રેન રદ કરાઇ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!