GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કોરોના કાળ બાદ મોરબીની જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના જ્ઞાનની શરૂઆત એકદમ ફ્રી

કોરોના કાળ બાદ મોરબીની જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે નર્મદા બાલઘર દ્વારા નવી ટેકનોલોજીના જ્ઞાનની શરૂઆત એકદમ ફ્રી

નર્મદા બાલઘર કે જે ૧૯૯૯ થી બાળકો માટે કાર્યરત છે. જેમાં બાળકોને ડ્રોઈંગ, સ્કેટિંગ, યોગા, મેડિટેશન, સંગીત તથા કથક શીખવવામા આવતુ હતુ. પરંતુ કોરોના કાળ દરમ્યાન ભારત સરકારના આદેશ/હુકમથી નર્મદા બાલઘરની પ્રવૃતિ બંધ કરવાની ફરજ પડેલ હતી. સહર્ષ આપ સર્વેને જણાવવાનું કે આ પ્રવૃતિ બંધ હતી. તે દરમ્યાન સમયનો સદ ઉપયોગ કરી નર્મદા બાલઘરના સ્ટાફ તથા એન્જીનીયરોના રાત-દિવસના અથાક પરિશ્રમ દ્વારા ટેકનોલોજીના શિક્ષણનો વિકાસ કરવામાં આવ્યો. જેવી કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ પર કામ કરી કોર્ષ તૈયાર કરવામાં આવ્યો. મોરબીની ૧૧૩ શાળામાં અને વાંકાનેરની ૪૦ શાળાઓમાં ફ્રી માં ૩ડી પ્રિન્ટર આપી ૨૩૦ જેવા શિક્ષકોને ૩ડી પ્રિન્ટર એસેમ્બલી, ૩ડી પ્રિન્ટર ઓપરેશન, ૩ડી પ્રિન્ટર મેન્ટેનન્સ અને કેડ ડિઝાઇનની ટ્રેનિંગ આપવામાં આવી. ત્યારબાદ મોરબીની ૫૦ શાળાઓને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસીસ અને વાંકાનેરની ૪૦ શાળાઓને વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસીસ ફ્રી આપ્યા છે. તથા સમગ્ર ભારતમાં ૯૫૦ જેટલી શાળાઓના ૧૨૫૦ જેટલા શિક્ષકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી. જેમાં શીખવા માટે www.nbfscienctist.com અને www.nbgencyclopidea.com પોર્ટલ પર ફ્રી રજીસ્ટ્રેશન કરાવી આપ્યું. હવે તમામ કોર્ષ તૈયાર થતા બાલઘર ફરી કાર્યરત થશે. ડ્રોઈંગની સાથે સાથે ટેક્નોલોજીનું પણ જ્ઞાન આપવામાં આવશે.

તેથી બાલઘર દ્વારા
(૧) ટ્રેડિશનલ ડ્રોઈંગ (૨) એકપીરીયનસ્યલ સાયન્સ
(૩) 3ડી પ્રિન્ટિંગ (૪) ડિજિટલ સીટીઝનના
ક્લાસીસ શરૂ કરવામા આવશે. ટ્રેડિશનલ ડ્રોઈંગમા શરૂઆત થી શીખવવામા આવશે. એકપીરીયનસ્યલ સાયન્સમાં વિજ્ઞાનના ધોરણ ૬ થી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને પ્રયોગો શીખવવામાં આવશે. 3ડી પ્રિન્ટિંગમાં ૩ડી પ્રિન્ટર એસેમ્બલી, ૩ડી પ્રિન્ટર ઓપરેશન, ૩ડી પ્રિન્ટર મેન્ટેનન્સ અને કેડ ડિઝાઇન વગેરે શીખવવામાં આવશે. ડિજિટલ સીટીઝનમાં કોમ્યુનિકેશન એપ્લિકેશન, ગુગલની તમામ એપ્લિકેશન, કમ્પ્યુટર ઓપરેટિંગ તથા A.I. ટૂલ્સ શીખવવામાં આવશે.

વિદ્યાર્થી તેમજ મોરબીના લોકો માટે 03 મહિના સુધી આ તમામ કોર્ષ ફ્રી શીખવવામાં આવશે, તો મોરબીના લોકો માટે આ ઉત્તમ તક કહેવાય જેનો વધારે લાભ લઇ શકાય તે માટે મોરબીના લોકોને આહવાન…

સંપર્ક : નર્મદા બાલઘર, નગનાથ શેરી, દરબાર ગઢ પાસે, મોરબી. મો. નં. : ૯૯૦૯૩ ૩૧૩૫૩

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!