MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શનાળા રોડ પરની લારી ગલ્લા ઘારકોએ વૈકલ્પિક જગ્યા ફાળવવા :કમિશ્નરને રજુઆત

MORBI:મોરબીના શનાળા રોડ પરની લારી ગલ્લા ઘારકોએ વૈકલ્પિક જગ્યા ફાળવવા :કમિશ્નરને રજુઆત

 

 

મોરબી : મોરબીમાં મ્યુનિસિપલ કોપોરેશન થતાની સાથે મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી નાના એવા લારી ગલ્લાવાળાના પણ દબાણો દૂર થતાં આ સામાન્ય ધંધાર્થીઓના ધંધા ભાગી પડ્યા છે અને રોજગાર વિહોણા થઈ ગયા છે. આથી કોંગ્રેસને સાથે રાખી નાના ધંધાર્થીઓએ ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબતે કમિશ્નર સમક્ષ રજુઆત કરી છે.

ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓને તેમજ લારી ગલ્લાવાળાઓને લોન આપે છે. આત્મનિર્ભર થવા માટે એવા ઘણા લોન લીધેલા ધંધાવાળા મોરબીની અંદર લારી લઈને વેપાર કરી ઘરનું ગુજરાન ચલાવે છે.પણ આ રેંકડી ગલ્લાના નાના ધંધાર્થીઓને ગેરકાયદે દબાણ માની હટાવવામાં આવ્યા છ. જેથી ધંધો પડી ભાગતા રોજગાર છીનવાયો છે. 15 દિવસથી ધંધા વગર બેઠા હોય સંતાનોની ભણવાની ફી કે લોનના હપ્તા પણ ભરી શકતા નથી. એક બાજુ સામાન્ય માણસ ધંધો કરી રોજગાર કરે એ માટે પ્રોત્સાહિત કરે છે. બીજી તરફ સરકારી તંત્ર જ દબાણના નામે રોજગાર છીનવી રહ્યા છે. આથી નાના વેપારીઓ આફતમાં મુકાય ગયા છે. તેથી તાત્કાલિકના ધોરણે મોરબી શહેરની અંદર મહાનગરપાલિકા દ્વારા એમને અમુક જગ્યાઓ ફાળવવા માંગ કરાઈ છે. જો આ નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા નહિ ફાળવે તો આંદોલન કરાશે તેવી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહે ચીમકી આપી

Back to top button
error: Content is protected !!