MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana): માળીયાના વવાણીયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૯૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

MALIYA (Miyana): માળીયાના વવાણીયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૯૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

 

 

સેવા સેતુ કાર્યક્રમનો ૬૧૫ લોકોએ લાભ લીધો

 

મોરબી જિલ્લામાં સેવા સેતુ અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં માળીયા તાલુકામાં વવાણીયા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ તમામ તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં પારદર્શકતા આવે, લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય અને તેમને જરૂરી તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહે તેવા હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માળીયા તાલુકાના વવાણીયા ખાતે ગત તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગ દ્વારા ૭ જેટલા સ્ટોલ રાખી વિવિધ જરૂરી સેવાઓ ગામ લેવલે ઉપલબ્ધ કરવામાં આવી હતી. ત્યારે કલસ્ટર હેઠળના ૧૩ ગામના ૬૧૫ લોકોએ આ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો. અરજદારો દ્વારા કરવામાં આવેલી ૧૩૯૮ અરજીઓનો વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક નિકાલ કરાયો હતો.

આગામી ૦૫ ઓક્ટોબરના રોજ માળિયા તાલુકામાં સરવડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ક્લસ્ટર હેઠળના ૧૪ ગામના લોકો વહીવટી તંત્રના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ મેળવી શકશે.

Back to top button
error: Content is protected !!