GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયા (મી.)જુના ઘાંટીલા કોઠારીયા સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા
MALIYA (Miyana):માળિયા (મી.)જુના ઘાંટીલા કોઠારીયા સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા
માળિયા (મિયાણા) તાલુકાના જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બત્તીના અજવાળે જુગાર રમતા 6 શખ્સો અરવિંદભાઈ વિરજીભાઈ ધોરકડીયા (ઉ.વ.41), નવઘણભાઈ ચંદુભાઈ અગેચણિયા (ઉ.વ.30), કિશોરભાઈ ખોડાભાઈ ઉપાસરીયા (ઉ.વ.26), રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોરકડીયા (ઉ.વ.40), પ્રવીણભાઈ લખમણભાઈ ધોરકડીયા (ઉ.વ.46), પોલજીભાઈ વેરશીભાઈ ધોરકડીયા (ઉ.વ.46)ને બાતમીના આધારે માળિયા (મિયાણા) પોલીસ દ્વારા કુલ રૂ. 17,850ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.