નર્મદા પોલીસ એકશનમાં ૯૦ જેટલા રીઢા ગુનેગારોને બોલાવી ગુનાહના કામો નહીં કરવા ચેતવણી આપી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્યમાં ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે જાણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ગુનેગારો માંથી નીકળતો જતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સુચારુ કરવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે જે અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ રીઢા ગુનેગારોને પોલીસ મથકે બોલાવીને સખત ચેતવી આપવામાં આવ્યા છે
ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય ગુનેગારો પોતાના ગુનાહીત કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને કાયદાનું ભાન કરાવવા જરૂરી કડક સુચનો તથા નિર્દેશના પગલે નર્મદા જીલ્લા પોલીસ દ્વારા આવા ગુનેગારોની પ્રવૃત્તી ડામવા સારૂ યાદી તૈયાર કરવામાં આવેલ છે. અને આવા ગુનેગાર ઇસમો જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસિ્થતીને નુકશાન ન પહોંચાડે અને તેમના મન: સિ્થતીમાં કાયદાનો ડર રહે તે માટે આ તમામ ગુનેગારોને નર્મદા પોલીસ દ્વારા કડક સુચના આપવામાં આવેલ છે. તેમજ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ તથા શાખાવાઇઝ ટીમો બનાવી અગાઉના શરીર સબંધી/મિલ્કત સબંધી ગુનાઓમાં પકડાયેલ ઇસમોને રૂબરૂ બોલાવી તેમની હાલની પ્રવૃત્તી ધંધો તથા તેમના સાગરીતો વિશે પુછપરછ કરવામાં આવેલ તેમજ ફરીથી કોઇ સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે પાસા તડીપાર થયેલ ઇસમો કુલ-૪૦ તથા અન્ય જોખમી ઇસમો કુલ-૫૦ એમ કુલ-૯૦ ઇસમોને જરૂરી કડક નિર્દેશ આપવામાં આવેલ અને બીજા કોઇ ગુનાહીત કૃત્ય ન કરે તે માટે જરૂરી કડક સુચના આપવામાં આવેલ છે