DANG

નવસારી: એલ.સી.બીની ટીમે ૫ લાખથી વધુનો ગેરકાયદેસર ગુટકાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારીની એલસીબીની ટીમે બાતમીના આધારે વાપીથી પનવેલ જઈ રહેલો ગેરકાયદેસર ગુટકાના જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.જેમાં તપાસ કરતા આશરે ૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યાં છે. નેશનલ હાઇવે નંબર ૪૮ ના મટવાડ ગામ પાસે પોલીસને બાતમી મળતા ચેકિંગમાં હતી. તે દરમિયાન મુંબઈ-અમદાવાદ રૂટ પર ટેમ્પો ચાલક ભૂલમાં નવસારી જિલ્લાની હદમાં આવી જતા તે ચીખલી થઈને સાપુતારા થઈ મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો તે પહેલા જ નવસારી જિલ્લા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો રોકી તેમાં તપાસ કરતા ૫ લાખ ૭૭ હજાર ૨૮૦ રૂપિયાનો ગુટખાનો મુદ્દામાલ જે બિલ વગર વહન થઈ રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સમગ્ર મુદ્દામાલ ડ્રાઇવર અને ક્લીનર પનવેલ પહોંચાડવાની માહિતી મળી હતી. જેથી એલસીબીએ ગેરકાયદેસર ગુટખાના મુદ્દા માલ સાથે ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ ૮,૯૦,૨૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!