GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ડેપો એ જીલ્લા ડેપો વિભાગ માં પ્રથમ નંબર મેળવ્યો ડેપો ને ત્રણ જેટલા એવોર્ડ મળતા કર્મચારીઓ માં આનંદ વ્યાપ્યો

વિજાપુર ડેપો એ જીલ્લા ડેપો વિભાગ માં પ્રથમ નંબર મેળવ્યો ડેપો ને ત્રણ જેટલા એવોર્ડ મળતા કર્મચારીઓ માં આનંદ વ્યાપ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા નો ડેપો એ રાજ્ય ના અન્ય ડેપોની સરખામણી માં વર્ષ દરમ્યાન કોઈ અકસ્માત નો ગુનો નોંધાયો નથી તેમજ ડીઝલ બચત માં 5.69 નો આંક મેળવ્યો છે તેમજ ડેપોમાં સ્વચ્છતા સહિત કામગીરી ને જોતા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ડેપો ના મેનેજર વીસી ચૌધરી ને રૂપિયા 25000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ રાજ્ય કક્ષાએ પાંચમો ક્રમાંક તેમજ જીલ્લા વિભાગ માં પ્રથમ ક્રમાંક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ડેપો ના આધાર ભૂત સૂત્રોના જણાવ્યા મૂજબ ડેપો મેનેજર ની સૂચના મૂજબ સમગ્ર ડેપોની સફાઈ કામગીરી સફાઈ કામદારો દ્વારા દિવસ દરમ્યાન બે ટાઇમ કરવામાં આવે છે અને વારંવાર મુસાફરો ને પણ સ્વચ્છતા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવે છે સફાઈ બાબતે મુસાફરો ને પૂછતાં તેઓએ જણાવ્યું હતુંકે હાલમાં ડેપોની સફાઈ એરોડ્રામ માં જોવા મળતી સફાઈ જેવી ચોખ્ખી જોવા મળે છે અને બસો પણ સમય પ્રમાણે મૂકવામાં આવે છે આ વર્ષ દરમ્યાન મુસાફરી માં કોઈ મુશ્કેલી અડચણો ઉભી થયેલ હોય તેમ જોવા મળી નથી હાલમાં કોઈ પણ પ્રશ્ન ડેપો માં જોવા મળ્યો નથી અને કોઈ પ્રશ્ન મુસાફરો માં ઉભો થયો હોય કે કોઈ મુશ્કેલી ઉભી થઇ હોય તો તેનો ડેપો મેનેજર દ્વારા સ્થળ ઉપર ઉકેલાઈ જાય છે જેને લઈને ડેપો ની સુંદર કામગીરી વખાણવા લાયક છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!