MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરાયું.

TANKARA:ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરાયું.

 

 

ટંકારા તાલુકાની પાવનધરા પર સૌ પ્રથમવાર નિઃશુલ્ક ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ અભ્યાસ શિબિર, રોગાનુસાર યોગ મહા અભિયાન શિબિર
તારીખ ૪ – ૫ – ૬ એપ્રિલના રોજ સવારે ૫ : ૩૦ થી ૭ : ૩૦ વાગ્યે આર્ય મહા વિદ્યાલય ટંકારા ખાતે યોજાઈ ગઈ. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત એવા ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિઓની ભવ્યાતિભવ્ય હાજરીમાં ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર સંપન્ન. આજની બદલતી જતી અતિ આધુનિક લાઇફ સ્ટાઇલ અને બગડતું જતું ખાન – પાન, યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ, અનિદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. આ સમસ્યાથી બચવા આપણા ઋષિમુનિઓએ આપણને વારસામાં આપેલ અમૂલ્ય ભેટ યોગ દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતિને પામી શકે છે. એ બાબત દક્ષિણ સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ શર્મા (યોગગુરુ) વિનોદભાઈ શર્મા દ્વારા બતાવવામાં આવ્યું. એમનાં દ્વારા પ્રથમ દિવસ થાઈરોઈડ, બીજા દિવસે મોટાપા અને ત્રીજા દિવસે ડાયાબિટીસ, કમર દર્દ, સંધિવા વગેરે જેવા જુદા જુદા રોગમાં કેવા યોગ કરવા તેમજ કેવું ખાનપાન રાખીએ તો શરીર તંદુરસ્ત રહે તે અંગે ખૂબ સુંદર રીતે સમજૂતિ આપવામાં આવી. તેમજ જેમને બીમારી નથી આવી તેમણે કેવા પ્રકારના યોગ કરવા જોઈએ અને કેવી કાળજી રાખવી જોઈએ તેની પણ વિસ્તૃત છણાવટ કરતાં કહ્યું કે “યોગ યુક્ત બનીએ, રોગ મુક્ત બનીએ”

ત્રણ દિવસનું આવું સુંદર આયોજન કરવા માટે ટંકારાની યોગ ટીમ દ્વારા આઠ દસ દિવસથી તનતોડ તૈયારીઓ શરૂ થઈ હતી. જેના પરિપાકરૂપે આવી સફળ શિબિર આપણે કરી શક્યા. માત્ર આયોજન કરવાથી કંઈ ન થાય પરંતુ આયોજનને પીઠબળ એટલે કે સહયોગ પણ મળવો જોઈએ. આ માટે સૌપ્રથમ તો આચાર્ય રામદેવજીના આભારી છીએ કે એમણે આટલું સુંદર સ્થળ આપણને આપ્યું. આ સાથે સ્લોગન ગ્રુપ બેચરભાઈ પટેલ, ખજૂરા રિસોર્ટ બળવંતભાઈ પટેલ, બાલાજી પોલિપેક જગદીશભાઈ પનારા, બહુચર મંડપ સર્વિસ નયનભાઈ, આઝાદ ડીજે સ ઈમરાન ભાઈ, સમીર લાઈટ ડેકોરેશન, ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ ભાવેશભાઈ, ગાયત્રી સ્ટુડિયો સંજયભાઈ નગવાડીયા, ડોક્ટર વી. બી. ચિખલિયા સાહેબ તેમજ સાગરભાઇ રામાવતનો સહયોગ મળેલ. આ ઉપરાંત ટંકારા ગામમાં રહેતા સેવાભાવી શિક્ષકોનું સમય દાન મળ્યું હતું.

આયોજન થયું, સહયોગ મળ્યો અને અધિકારી મામલતદાર શ્રી પી.એન. ગોર સાહેબ, આચાર્ય રામદેવજી, બળવંતભાઈ પટેલ ખજુરા રિસોર્ટ n હોટલ ટંકારા, ડો વી.બી. ચોખલિયા, એડવોકેટ સંજયભાઈ ભાગીયા, હસમુખભાઈ પટેલ ઉત્તમ ગ્રુપ, સતિષભાઈ પટેલ RRS, દેવજીભાઈ પડસુંબિયા મહામંત્રી આર્ય સમાજ ટંકારા, જ્યોત્સનાબેન ઘોડાસર આર્ટ ઓફ લિવિંગ, અસ્મિતાબેન ગામી ઓરપેટ વિધાલય, ચેતનભાઈ ભાગીયા કન્યા પ્રાથમિક શાળા, યોગીરાજસિંહ જાડેજા રાષ્ટ્ર નવનિર્માણ સંઘ પ્રમુખ
રૂપસિંહ ઝાલા ભાજપ મહામંત્રી, જીગ્નેશભાઈ પંડિત યોગ કોચ મોરબી, ટાંક શૈલેષભાઈ સોશિયલ મીડિયા કો.ઓર્ડિનેટોર, હરબટીયાળી સરપંચ શ્રી દેવરાજભાઈ સંઘાણી, કિરીટભાઇ અંદરપા બીજેપી યુવા પ્રમુખ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રણ દિવસના સુધી ઘણા લોકોએ શિબિરમાં હાજરી આપી હતી. એમાંના ઘણા લોકોએ પ્રતિદિન યોગ સાથે જોડાઈ રહેવા માટે સંકલ્પ પણ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!