BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: ઉત્તરાયણ તહેવારની ખુશી પરિવાર માટે શોકમાં પરિણમી, યુવકનું દોરીથી ગળું કપાતા કરૂણ મોત

સમીર પટેલ, ભરૂચ

પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી

પતંગની કાતિલ દોરીએ યુવકનો જીવ લીધો, તહેવારની ખુશી પરિવાર માટે માતમ બની, 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાતા કરૂણ મોત, પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી, દહેજમાં પણ યુવક દોરથી થયો ઈજાગ્રસ્ત

ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના કાતિલ દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે. નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચમાં ઉત્તરાયણ તહેવારમાં પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેના કારણે તેઓને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જોકે હોસ્પિટલમાં ઉપસ્થિત તબીબોએ સંજય પાટણવાડિયાને મૃત જાહેર કરતા તહેવારની ખુશી પરિવાર માટે શોકમગ્ન બની ગઈ હતી.આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

જ્યારે અન્ય એક બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી, જ્યાં રણજીતને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈજાઓ પર 6 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!