MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના ખાખરેચી ગામે વર્લીના આંકડાનો જુગાર રમતા ઇસમ ઝડપાયો 

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે માળીયા(મી)ના ખાખરેચી ગામે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વર્લી ફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક શખ્સની રોકડા રૂ.૬,૭૫૦/-સાથે અટક કરી હતી જયારે અન્ય એક હળવદના શખ્સનું નામ ખુલતા બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઈ જીજ્ઞાસાબેન પ્રોહી./જુગારની કામગીરીમાં માળીયા(મી) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે ખાખરેચી ગામે ભરતભાઇ કૈલા જાહેરમાં વારલી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડતો હોવાની ચોક્કસ માહિતીને આધારે માળીયા(મી)ના ખાખરેચી ગામે દરોડો પાડતા ખાખરેચી ગામની લુહાર શેરીમાં જાહેરમાં નોટબુકમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ ભરતભાઈ જગજીવનભાઇ કૈલા રહે.ખાખરેચી ગામ લુહાર શેરીને રોકડા રૂ.૬,૭૫૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે આરોપીની સઘન પૂછપરછમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર હળવદ રહેતા પ્રવીણભાઈ ઉર્ફે પલો કોળી સાથે રમતો હોવાની કબૂલાત આપતા બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!