GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીનાં વોર્ડ નં ૧ ને સુશોભિત કરવાની જગ્યાએ ઉકરડામય બનાવતુ નગરપાલિકા

મોરબીનાં વોર્ડ નં ૧ ને સુશોભિત કરવાની જગ્યાએ ઉકરડામય બનાવતુ નગરપાલિકા

કહેવાતા સ્વચ્છ મોરબીમા આવેલ વોર્ડ નં ૧ ના વિસ્તારો કુબેરનગર અને વાવડી રોડ અને પંચાસર રોડના રહેવાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવા, ગટર ઉભરાવવી અને દર ૧૦૦ મીટરના અંતરે કચરાઓના ઢગલાઓથી પરેશાન થઈ રહ્યા છે. આ ગંદકી તેમજ પાણીનો નિકાલ ન હોવાથી લોકો માંદગી તરફ ધકેલાઈ રહ્યા છે. એક તરફ તંત્ર સુત્ર લખે છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ મોરબી તો આ સૂત્રને ધ્યાનમાં રાખતા મોરબી નગરપાલિકા પણ નિષ્ફળ ગઈ છે, એનો આ ભવ્ય નઝારો આપ જોઈ શકો છો અને વાવડી રોડથી માધાપર તરફ જવાના રસ્તે આવેલ બે વોકળા પર ગેરકાયદેસર બાંધકામ કરવામા આવેલ છે તેમજ વાવડી રોડ પર નવા બનેલ રોડમાં પણ બે થી ત્રણ જગ્યાએ ડેમેજ છે તો આ બાબતને ધ્યાનમાં લેતા એ સ્પષ્ટ દેખાય છે કે અમુક લેભાગુ તત્વો દ્વારા રોડમા પણ ભ્રષ્ટાચાર થયેલ છે. તો આ પ્રજાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને લાગતા વળગતા તંત્રએ પ્રજાની મુશ્કેલી દુર થાય તેવો પ્રયત્ન કરવા જોઈએ. ગત નગરપાલિકાની ચુટણીમા નેતાઓ દ્વારા વચન આપવામા આવેલ કે વોર્ડ નં ૧ નો. વિકાસ નમુનારૂપ થશે પરંતુ આ વિસ્તાર હાલમા નર્કાગાર સ્થિતિમાં મુકાઈ ગયો છે. ગત ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્યોને પ્રજાએ એકમત થઈ ચુટી કાઢેલ ત્યારે સંપુર્ણ સતા હોવા છતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારને સુશોભિત કરી શક્યા નહી. જ્યારે બીજી તરફ મોરબી નગરપાલિકા કર્મચારીઓ તેમજ અધિકારીઓ પ્રજાના પૈસે ટેક્સ મેળવતા હોવા છતા પ્રજાને સુખ સુવિધા આપવામા સદંતર નિષ્ફળ રહ્યા છે.

આમ જોઈએ તો મોરબી એ ગુજરાતમા ટેક્સ આપતુ કદાચ પ્રથમ નંબરે આવતુ શહેર હશે. જેને એ ગ્રેડ ની નગરપાલિકા મળેલ છે ત્યારે હાલની નગરપાલિકા દ્વારા D ગ્રેડ ની સવલતો પ્રજાજનોને મળી રહી છે. આ પરથી ખરેખર એવું લાગી રહ્યું છે કે આ શાસન કરતા રાજા-રજવાડા શાસન સારા હતા કેમકે તે સમયે મોરબી શહેર સૌરાષ્ટ્ર નું પેરિસ કહેવામા આવતુ હતુ જ્યારે હાલ ઉકરડા નગરી તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!