વિજાપુર જુનીયર વકીલ ઉપર કરેલા હૂમલા મા આરોપીઓ સામે બે કલમો નો વધારો કરાયો
જેમાં આરોપી ઓને સેશન્સ કોર્ટ મા જામીન લેવા ની ફરજ પડી
નવયુક્ત પોલીસ અધિકારી કે કે ચૌધરીને તપાસ સોંપાઈ હતી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના બાર એસોસિયેશન ના સભ્ય અને કોર્ટમાં જુનીયર તરીકે પ્રેક્ટિસ કરતા વકીલ ચિરાગ પી ઠાકોર ભાવસોર વાળા ઉપર એક માસ પૂર્વે મોતી પુરા ગામના ત્રણ ઈસમો સંકેત પટેલ, ગોવિંદ પટેલ, મેહુલ અને બીજા મળતીયાઓ એ હુમલો કરી ગંભીર ઈજાઓ કરી હતી. જેમાં વકીલ ના કાન નો પડદો તોડી ઈજા કરેલ તેનો સર્ટિફિકટ ડોકટરે આપેલ હોવા છતાં તે સમયે તપાસ કરતા પોલીસ અધિકારીએ સર્ટિફિકેટ ધ્યાન મા લીધા વગર સામાન્ય કલમો ઉમેરી હુમલો કરનાર ત્રણ આરોપીઓ સામે ફરીયાદ નોંધી હતી. પરંતુ પોલીસે કલમ 325 નો તેમજ કલમ 117 (3) દાખલ જ કરી નહી જેથી પોલીસ પાસેથી ન્યાય નહિ મળતાં બંને કલમ વધારવા માટે વકીલ કપીલ બ્રહ્મભટ્ટ અને રતન ભાઈ દેસાઈ દ્વારા તટસ્થ તપાસ માટે વકીલો દ્વારા વાંધા અરજી નામદાર કોર્ટે મા કરી હતી.CRMA દાખલ કરી ઇન્કવારી માંગી હતી. જેમાં પોલીસે કલમ 325 નો વધારો કર્યો હતો. ત્યારબાદ ઇન્કવાયરી ની સામે નામદાર કોર્ટે નવા આવેલ પી આઇ કે કે ચૌધરી ને તટસ્થ તપાસ કરવા નુ જણાવતા પોલીસ અધિકારી એ તપાસ કરતા જેમાં કલમ 117(3) નો વધારો માંગતા કોર્ટ દ્વારા કલમ 117 (3) નો ઉમેરો થતા ગુનો સેશન્સ ટ્રાયબલ થઈ આરોપીઓ ને વિજાપુર કોર્ટ મા જામીન નહિ મળતા હવે આરોપીઓ ને સેશન્સ કોર્ટ મા જામીન લેવા ફરજ પડી છે.