MALIYA (Miyana- માળીયા (મી.) જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા
MALIYA (Miyana- માળીયા (મી.) જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે જુના ઘાંટીલા ગામે શકિતીપરા પાસે આવેલ ચેકડેમ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો મનુભાઇ બેચરભાઇ લોલાડીયા, રવજીભાઇ ઓધવજીભાઇ ઉપાસરીયા, મુકેશભાઇ નવીનભાઇ ઠાકર રહે, જુના ઘાટીલા તા.માળીયા મી.વાળાને રોકડા રૂપીયા ૧૧,૮૦૦/- તથા મોટરસાયકલ નં ૦૪ કિ રૂ ૮૫,૦૦૦/- તથા ચાર્જીંગ બેટરી લાઇટ કિ.રૂ.૧૦૦/- મળી કુલ રૂ. ૯૬, ૯૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા અન્ય છ ઈસમો અલ્પેશભાઇ બિજલભાઇ સુરાણી, કિશનભાઇ બિજલભાઇ સુરાણી, અનીલભાઇ કલાભાઈ સનુરા, મુકેશભાઇ જગાભાઇ સુરાણી, દિલીપભાઇ હીરાભાઈ સુરાણી, વિપુલભાઇ જગદીશભાઇ સુરાણી રહે. બધા જુના ઘાટીલા તા.માળીયા (મીં) વાળા વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.