BHARUCHGUJARAT

નેત્રંગ તાલુકાના નવી જામુની ગામના તરૂણભાઈને મળ્યો જનમન પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનો લાભ

જન જનના સપનાના ઘરને આકાર આપતી પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના
****


**

સમીર પટેલ, ભરૂચ
****
*જનમન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા જ પિતાજીએ જોયેલા પાકું મકાનનું સ્વપ્ન ખરેખર પૂર્ણ થયું*
➢ જનમન પ્રધાનમંત્રી આવાસ યોજના અંર્તગત ૨ લાખની સહાય મળી
➢ પાકું મકાન બનાવીને પરિવાર સાથે આજે ખુશાલીથી જીવન જીવીએ છે.
➢ પાક્કું મકાન બનતા અમારી અનેક તકલીફો દૂર થઈ : લાભાર્થી

******
ભરૂચ – બુધવાર – ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગ્રામપંચાયતના નવી જામુની ફળિયાના કોડવાલીયા ખાખરીયાભાઈના પુત્ર તુરૂણભાઈ કોડવાલીયાએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, અમારું પોતાનું મકાન પાકું નહોતું, પહેલા અમે લોકો કાચા મકાનમાં વસવાટ કરતા હતા. જેને કારણે ચોમાસા દરમિયાન અમારા મકાનમાં પાણી પડતા અનેક હાલાકીઓ વેઠવી પડતી હતી. વધુમાં, મારા બાપુજીની મહેચ્છા હતી કે અમારા કુંટુંબનું પણ ધરનું ઘર પાકીછત વાળું હોય ! તમામ પ્રકારની સુવિઘાવાળાથી સજ્જ મકાનમાં અમારું કુંટુંબ રહે તે એમનું સ્વપ્ન હતું. હવે જનમન કાર્યક્રમ અંર્તગત સરકાર તરફથી જનમન પ્રધાનમંત્રી આવાસ યોજના અંર્તગત ૨ લાખની સહાય મળતા પાકી છતવાળું મકાન બનાવી તેમાં સુખેથી ખુશાલી સાથે વસવાટ કરી રહ્યા છે. વધુમાં, આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
*****

Back to top button
error: Content is protected !!