GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પ્રજ્ઞાચક્ષુઓ માટે બનાવેલી ડીવાઇસને મળ્યુ પ્રથમ સ્થાન

 

સુરજકરાડી લોહાણા સમાજના ગૌરવ સમાન નિરમા યુનિ.ના ચાર વિદ્યાર્થીએ ‘બ્રિલિયન્ટ પ્રોજેક્ટ’ કર્યો.

પ્રજ્ઞાચક્ષુ બાળકોના અભ્યાસ માટે
સિમ્પલ મિકેનિકલ ડિવાઇસ બનાવી.

બેંગ્લોરમાં CII યંગ ડિઝાઇનર એવોર્ડની સ્પર્ધામાં ‘ડિઝાઇન ફોર સોશિયલ ઇમ્પેક્ટ’ની કેટેગરીમાં ભાગ પ્રથમ સ્થાન મળ્યું.

જામનગર (ભરત ભોગાયતા)

નિ૨મા યુનિવર્સિટીનાં ડિઝાઇન ડિપાર્ટમેન્ટનાં બ્રિલિયન્ટ ટીમનાં ચાર
વિદ્યાર્થીઓ રોનક સુતારિયા, આયુષ્માનસિંહ જોધા, પ્રેરક માંડવિયા
અને સુમુખ કુલકર્ણીએ પ્રોફેસર્સ અર્જુન સેંગર અને પ્રદીપ સાહુનાં માર્ગદર્શન
હેઠળ પ્રક્ષાચક્ષુ બાળકોને શિક્ષણમાં સરળતા રહે તે માટે ‘સિમ્પલ મિકેનિકલ
ડિવાઇસની ડિઝાઇન બનાવી છે.
આ વિશે રોનકે કહ્યું કે,‘પ્રજ્ઞાચક્ષુ બાળકોની અભ્યાસની પદ્ધતિ એકદમ
અલગ હોય છે. પ્રજ્ઞાચક્ષુ બાળકો બ્રેઇલ લિપિનો ઉપયોગ કરતાં હોય છે, તેમાં
પણ તેમને મૂળાક્ષરોને ઊંધા લખી, કોઇ ડિવાઇસ વિના યાદ રાખવા જેવી ઘણી
સમસ્યાઓ હોય છે તેથી અમે નક્કી કર્યું કે, એક એવું ડિવાઇસ બનાવીએ જે
રમકડા જેવું હોય, જેનેબાળકો સરળતાથી
અક્ષર, આંકડા, અનેઆલ્ફાબેટનો અભ્યાસ કરીને શીખીશકે છે. આ પ્રોજેક્ટ
માટે અમે ગાંધીનગરમાં આવેલી
બ્લાઇન્ડ સ્કૂલમાં જઇ તેમની સાથે વાત કરી અને તેમને પડતી સમસ્યાઓ
વિશે જાણીને આ ડિવાઇસ પર કામ કરવાનું શરૂ કર્યું. આ રમકડાંમાં કોઇ આલ્ફાબેટ સાચું આવે તો તેનાં માટે સાયરન સિસ્ટમ પણ સેટ કરી છે, જેનાંથી બાળક એકલાં પણ ડિવાઇસનો ઉપયોગ કરીને આ માધ્યમથી અભ્યાસ કરી શકે છે.આ ડિવાઇસ સરળતાથી ખરીદી અને ઊંચકી શકાય છે. આ ડિવાઇસનો પ્રયોગ
કરવા માટે અમે આ સ્કૂલનાં બાળકોને અભ્યાસ માટે આપ્યું હતું. આ ઉપરાંત
બેંગ્લોરમાં યોજાયેલી સીઆઇઆઇ યંગ ડિઝાઇનર એવોર્ડની સ્પર્ધામાં અમારી
ટીમ બ્રિલિયન્ટ ‘ડિઝાઇન ફોર સોશિયલ ઇમ્પેક્ટ’ની કેટેગરીમાં ભાગ પ્રથમ
સ્થાન મેળવ્યું છે.  તેમ વિગત આપતા ઓખામંડળના અભ્યાસુ  જાગતા પ્રહરી બુધાભા ભાટીએ જણાવ્યુ છે

_________________

ભરત જી.ભોગાયતા

પત્રકાર (ગર્વ.એક્રેડેટ)

બી.એસ.સી.,એલ.એલ.બી.,ડી.એન.વાય.(ગુજ.આયુ.યુનિ.)

જામનગર

8758659878

Back to top button
error: Content is protected !!