MORBI

ખનિજ ચોરોની ખેર નથી,મોરબી ખાણ ખનિજ અધિકારીની કડક કાર્યવાહી:બે દિવસમાં તેર ડમ્પર,બે હિટાચી પકડી પાડ્યા

 

ખાણ ખનિજ મોરબીનો સપાટો ભુસ્તરશાસ્ત્રીશ્રી જે.એસ.વાઢેર સાહેબશ્રીની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર ગોપાલભાઇ ચંદારાણા, મિતેશભાઇ ગોજીયા અને સર્વેયર ગોપાલભાઇ સુવા દ્વારા તા.૧૮/૦૩/૨૦૨૩ ના શનિવાર ના રોજ એક ડમ્પર નં:જીજે-૧૩-એડબ્લયુ-૪૭૮૪ ગેરકાયદેસર ફાયર કલે ખનિજના વહન સબબ મોરબી ગામમાંથી પકડવામાં આવેલ. અને ચરડવા ખાતેથી ડમ્પર નં:જીજે-૦૧-ડીઝેડ-૮૬૩૧ અને ડમ્પર નં:જીજે-૦૯-એયુ-૯૯૭૬ ગેરકાદેસર રાજસ્થાન માટીના વહન સબબ પકડવામાં આવેલ. તેમજ શનિવાર સાંજના મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામમાંથી પસાર થતી ધોડાધોય નદી પટ્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરી એક હીટાચી મશીન ગેરકાયદેસર સાદી રેતી ખનિજના ખોદકામ સબબ પકડવામાં આવેલ.
વધુમાં તા.૧૯/૦૩/૨૦૨૩ ના રવિવાર રજાના દિવસે પણ મોરબી જીલ્લાની ખાણ ખનિજ ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતીપુર ગામમાંથી ગેરકાદેસર માટી/મોરમ ખનિજના ખોદકામ સબબ એક હીટાચી મશીન અને ૧૦(દસ) ડમ્પરો પકડવામાં આવેલ. સદર માટી/મોરમ ખનિજનુ ખોદકામ દીલીપ બિલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા કરી નેશનલ હાઇવે ના કામમાં ઉપયોગ માં લેતા હતા.
તેમજ મોરબી જીલ્લાની ખાણ ખનિજની ટીમ દ્વારા છેલ્લા ૦૨(બે) દિવસમાં કુલ: ૧૩(તેર) ડમ્પર અને ૨ હિટાચી મશીન ગેરકાદેસર ખનિજ ખોદકામ અને વહન સબબ પકડવામાં આવેલ અને અંદાજે ૩(ત્રણ ) કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં કાયમી, કડક, ઇમાનદાર અને દબંગ અધિકારી ભુસ્તરશાસ્ત્રીશ્રી જે.એસ.વાઢેર ની નિમણુક થતા ખનિજ ચોરોમાં ભયનો માહોલ તેમજ ફફડાટ હોવાનુ જણાય આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!