BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી માં ભાદરવી પૂનમને ચંદ્ર ગ્રહણ મંદિર બપોરના 12.30 કલાક પછી માતાજી માં પટ બંધ કરવા માં આવશે. મેળાને લઈ દર્શન આરતી ન સમય માં ફેરફાર

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજી માં ભાદરવી પૂનમને ચંદ્ર ગ્રહણ મંદિર બપોરના 12.30 કલાક પછી માતાજી માં પટ બંધ કરવા માં આવશે. મેળાને લઈ દર્શન આરતી ન સમય માં ફેરફાર
બપોરે 12.30 કલાક પછી મંદિર ના શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમ નો મેળા તારીખ 01 સપ્ટેમ્બર થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પુનમ નો મેળો 07 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલશે. આ મેળા માં આવતાં લાખ્ખો પદયાત્રીઓ ને શાંતી અને સરળતા થી દર્શન નો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાનાં આ સાત દિવસ માંટે દર્શન આરતીનાં સમય માં ફેરફાર સાથે વધારો કરાયો છે. ને મોટી સંખ્યા માં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી.. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે…. સાંજ ની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રી નાં દર્શન સાંજે 07.30 થી રાતનાં 09.00 ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
( ગ્રાફિક્સ કરવું)
સવારે આરતી …. 06.00 થી 06.30
સવારે દર્શન…… 06.30 થી 11.30
બપોરે દર્શન….. 12.30 થી સાંજ નાં 05.00
સાંજે આરતી …. 07.00 થી 07.30
સાંજે દર્શન……. 07.30 થી મોડી રાતનાં 12.00 કલાક સુધી રહેશે
આ વખતે ભાદરવી પૂનમને ચંદ્ર ગ્રહણ હોવાથી ભાદરવી પૂનમને અંબાજી મંદિર માં બપોરે 12.30 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે અને 12.30 વાગ્યા બાદ મંદિર ન શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં યાત્રિકો સાંજના 5.00 કલાક સુધી જાળી માંથી માત્ર દર્શન થશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી ઓ માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવાશે અને તેના બીજા દિવસે એકમે સવારે 08.00 કલાકે મંગલા આરતી કરવામાં આવશે તેમ અંબાજી મંદિર ના અધિક કલેક્ટર કૌશિક મોદી એ જણાવ્યું હતુ
અંબાજી માં ભાદરવી પૂનમને ચંદ્ર ગ્રહણ
મંદિર બપોરના 12.30 કલાક પછી માતાજી માં પટ બંધ કરવા માં આવશે
બપોરે 12.30 કલાક પછી મંદિર ના શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં

12.30 થી 5.00 કલાક સુધી માત્ર જાળી માંથી જ દર્શન કરી શકાશે

5.00 વાગ્યા પછી મંદિર દર્શનાર્થી ઓ માટે સંપૂર્ણ બંધ રહેશે

ને બીજા દિવસે એકમે સવારે મંગળા આરતી 8.00 કલાકે થશે

Back to top button
error: Content is protected !!