GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાલપર ગામે આઇસરની હડફેટે એકટીવા ચાલકનું મોત

MORBI:મોરબીના લાલપર ગામે આઇસરની હડફેટે એકટીવા ચાલકનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આઇસર ટ્રકે એકટીવા મો. સાયકલને હડફેટે લેતા એકટીવા ચાલક યુવાનનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢુ મૂકી નાસી ગયો હતો. ત્યારે પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.

અકસ્માતની મળતી માહિતી અનુસાર મોરબીના લાલપર ગામ પાસે આવેલ બાપા સીતારામ મઢુલી પાસે એકટીવા રજી.નં જીજે-૩૬-એએચ-૪૭૦૪ લઈને પસાર થતા ઈક્બાલશા કરીમશા શામદારને આઇસર ટ્રક રજી. જીજે-૩૬-ટી-૯૭૩૯ના ચાલકે હડફેટે લેતા મૃતક ઈક્બાલશાને મોઢાના ભાગે તથા બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી આરોપી આઇસર ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ યુનુશા કરીમશા શામદારની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આઇસર ટ્રકના ચાલક વિરુદ્દ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!