JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર દબાણ અધિકારી સામે કોર્ટમાં ફરિયાદ

વધુ ભણેલા લાયકાત વગરના અધિકારીઓએ ૨.૫ મિટરની ગલીને ૯ મિટરનો રોડ બતાવી અને બોગસ નકશા બનાવ્યા હોવાના આક્ષેપ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરિચા – જુનાગઢ
જૂનાગઢ : શહેરના એક જાગૃત નાગરિક જીજ્ઞેશ પંડ્યાએ જૂનાગઢનાં ચીફ જ્યું.મેજીસ્ટ્રેટની કોર્ટમાં એવી ફરિયાદ નોંધાવી છે, કે શહેરનાં જવાહર રોડ પાસે આવેલ સારસ્વત જ્ઞાતિની વાડી પાસે ગલીમાં આવેલ મુકેશભાઈ સુરેશચંદ્ર ખીરૈયાએ G+4 નું એપાર્ટમેન્ટ બનાવવા માટે બાંધકામ વિકાસ પરવાનગી તા. ૨૩/૧૦/૨૦૧૯ નાં રોજ મેળવેલ હતી. આ વિકાસ પરવાનગી આપતા પહેલા તેમાં બિલ્ડીંગનો નકશો રજુ કરવામાં આવેલ અને આ નકશામાં બિલ્ડીંગની પાસે 9.00 મિટરનો રોડ (29.52 ફૂટનો રોડ ) બતાવેલ હકીકતમાં આ મંજુર થયેલ બિલ્ડીંગની આસપાસ કોઈ પણ પ્રકારનો નવ મીટરનો રોડ નથી આ બનાવટી અને બોગસ નકશો બનાવવાનું કારણ નિયમ મુજબ રસ્તો હોય તો જ G+4 નું બિલ્ડીંગ બાંધવા માટે પરવાનગી મળી શકે પરંતુ નવ મિટરનો પુરતો રસ્તોનાં હોય અને બિલ્ડીંગ પાસે સાવ સાંકડો રસ્તો હોય અને તેમ છતાં જવાબદારો દ્વારા માત્ર આશરે 2.75 મીટરની ગલીને નવ મિટરનો રોડ બતાવી એટલે કે આશરે નવ ફૂટનાં રોડને ૨૯.૫૨ ફૂટનો રોડ બતાવી હકીકતથી વિપરીત બતાવી અને તે પ્રકારે ખોટા અને બનાવટી નકશા બનાવી અને મહાનગરપાલિકામાં મંજુરી મેળવેલ હોય અને તે રસ્તાની ખોટી માહિતી દર્શાવી અને મંજુરી આપવા માટે રસ્તો સાંકડો હોવા હકીકતના રસ્તા કરતા પહોળો રસ્તો બતાવી બોગસ સરકારી રેકર્ડ ઉભા કરી અને સરકાર સાથે તેમજ મહાનગરપાલિકા અને જૂનાગઢની જાહેર જનતા સાથે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા તા.૨૨/૭/૨૦૧૯ ના રોજ કાર્યાલય આદેશ મુજબ તત્કાલીન દબાણ અધીકારી અને વિકાસ પરવાનગી મળવા અંગે પ્રાથમિક સ્થળ તપાસણી કરનાર એવા દબાણ અઘિકારી અને વોર્ડ નંબર ૬ થી ૧૦ના G+3 અને તેમની ઉપરની મંજુરીની સ્થળ ચકાસણી કરનાર અધિકારી તરીકે જૂનાગઢ મહાનગરપાલિકા જવાબદાર વોર્ડ ઈજનેર દ્વારા છેતરપીંડી કરવાના ઈરાદે બોગસ દસ્તાવેજો અને ખોટા માપનો રોડ બતાવી નકશામાં પ્રાથમિક સ્થળ તપાસણીમાં ખોટા નકશા હોવા છતા આવા ખોટા નકશાને ખરા હોય તે રીતે રીપોર્ટ આપી ખોટા દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ થાય તેવા ઈરાદાથી મંજુર કરી અને ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો હેઠળ રાજ્ય સેવક પાસે ખોટું કથન કરવા, તેમજ કલમ ૧૯૭ જાણવા છતાં ખોટું પ્રમાણપત્ર આપી અને તેના પર સહી કરી પ્રમાણપત્રનો સાચા તરીકે ઉપયોગ કરીને ગુન્હાહિત વિવિધ ધારાઓ અન્વયેનો ગુનો આચરવા બાબતે પોલીસને ફરિયાદ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં નહિ આવતા ફરિયાદી જીગ્નેશ પંડ્યા દ્વારા એફ.આઈ.આર.નોંધાય તે માટે જૂનાગઢના ચીફ જ્યું. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદ કરતા જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકારણ અને અધિકારી વર્તુળમાં ખળભળાટ સાથે ચર્ચાનો માહોલ ઉભો થવા પામ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!