GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સ્કાય મોલની બાજુમાં.ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ઓફિસના સીસીટીવી કેમેરા તોડનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં સ્કાય મોલની બાજુમાં.ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ઓફિસના સીસીટીવી કેમેરા તોડનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની જમીન લે-વેચની ઓફિસ બહાર લગાડેલું બોર્ડ તેમજ સીસીટીવી કેમેરાને લાકડાના ધોકા વડે તોડતા ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી અટક કરવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન ૧ માં રહેતા જીવણભાઇ ખીમાભાઇ કુંભારવાડીયા ઉવ.૫૭ એ આરોપી જયેશ રબારી રહે રબારીવાસ મોરબી, રાજ રાજુ સિક્યુરીટી રહે.સ્કાય મોલ, વાલ્વા ધર્મેશ રહે.સ્કાય મોલ મોરબી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં ફરિયાદી જીવણભાઈના દીકરાની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની જમીન લે-વેચની ઓફિસ આવેલી છે જેમાં ગત તા. ૨૧/૦૧ના રોજ મોડીરાત્રે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ઓફિસના સીસીટીવી કેમેરાને લાકડાના ધોકા વડે તોડી તેમજ ઓફિસ બહાર લગાડેલ બોર્ડ તેમજ ખુરશીઓ તોડી અંદાજે રૂ.૨૦,૦૦૦/-નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!