GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સોની અટક

મોરબી પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સોની અટક

મોરબી બી ડિવિઝન પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ દારૂના દરોડા પાડી વિદેશી દારૂની કુલ ૩ બોટલ તથા બિયરના કુલ ૧૪ ટીન સાથે ત્રણ આરોપીની અટક કરી પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

પ્રથમ દરોડામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી પાસેથી જાહેરમાં આરોપી રવીભાઇ રાજુભાઇ રાઠોડ ઉવ.૨૬ રહે સો-ઓરડી વરીયાનગર મસ્જીદવાળી શેરી મોરબીવાળા પાસેથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના ૩ નંગ ટીન સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર શેરી નં ૪ માંથી આરોપી આંનદભાઇ ઉર્ફે લાલાભાઇ દામોદરભાઇ રાયગગલા ઉવ-૪૩ના રહેણાંક મકાનમાંથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ કિંગફિશર બિયરના ૧૧ ટીન સાથે આરોપી આનંદ ઉર્ફે લાલાની ધરપકડ કરી પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં મોરબીના નેશનલ હાઇવે ઉપર ફન ઈમ્પૅરિયલ હોટલ પાસેથી આરોપી હરદેવભાઇ ઉર્ફે સાગર હરેશભાઇ બારડ ઉવ.૨૩ રહે મચ્છુમાના મંદીર પાસે, દરબાર ગઢ મોરબીને વિદેશી દારૂ સિગ્નેચર વ્હિસ્કીની ત્રણ બોટલ સાથે રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!