GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI માતાના મઢે દર્શનાર્થે જતા ૩ પદયાત્રીઓને ડમ્પરે અડફેટે લેતા એક પદયાત્રિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત : બે ઇજાગ્રસ્ત

MORBI માતાના મઢે દર્શનાર્થે જતા ૩ પદયાત્રીઓને ડમ્પરે અડફેટે લેતા એક પદયાત્રિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત : બે ઇજાગ્રસ્ત

વાંકાનેરના સમઢીયાળા ગામે રહેતા મહેશભાઇ ધીરૂભાઇ ઘણાદીયાએ આરોપી ડમ્પર ચાલક રણછોડભાઇ પેમાભાઇ માવી વિરુદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મહેશભાઇ કચ્છ માતાના મઢે જવા માટેની પદયાત્રા પર હતા. તા.૦૮ ના રોજ તેમની સાથે તેમના માસીના દીકરા કિશનભાઈ મેર તથા તેમના ગામના જેરામભાઈ મેર ગોરધનભાઈ ડાભી અને પ્રકાશભાઈ સારદીયા પણ જોડાયા હતા. એ જ દિવસે રાત્રીના આઢેક વાગ્યા ના અરશામા તેઓ માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ દેવ સોલ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા

એ સમયે તેમની પાછળથી મોરબી તરફથી આરોપી ડમ્પર જી.જે.-૧૦-ટી.એકસ.-૪૫૫૯નો ચાલક રણછોડભાઇ માવી પોતાનું ડમ્પર પુરપાટ વેગે હંકારીને આવ્યો હતો અને તેણે પ્રકાશભાઈ, જેરામભાઈ અને ગોરધનભાઈને પાછળથી અડફેટે લીધા હતા તથા ડમ્પર રોડની સાઈડમાં ડિવાઇડર સાથે અથડાયું હતું. આ અકસ્માતને પગલે પ્રકાશભાઈના માથાના ભાગે ડમ્પરનું ટાયર ફરી જતા તેમનું માથું છૂંદાઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે ગોરધનભાઈ ને માથામાં, છાતીમાં તેમજ બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેરામભાઈને માથામાં ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર કાર્યરત એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયને પ્રાથમિક સારવાર આપતા ફરજ પરના તબીબે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગોરધનભાઈ અને જેરામભાઈને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!