MORBI

મોરબીના આલાપ પાર્કના દબાણ કર્તાઓને નોટિસ ફટકારતું તંત્ર

મોરબીના આલાપ પાર્કના દબાણ કર્તાઓને નોટિસ ફટકારતું તંત્ર

મોરબીના આલાપ પાર્કમાં માત્ર પાંચ-છ વ્યક્તિઓની અડોળાઈના કારણે સોસાયટીના હજારો લોકો હેરાન પરેશાન

મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી 80 ફૂટ ના મુખ્ય માર્ગનું દબાણ તેમજ સુપર આલાપ વિસ્તારમાં બાજુના ખેતરમાં રહેણાંક હેતુ માટે સોસાયટી બનાવવા માટે સુપર આલાપ પાર્કની હદમાં અનધીકૃત રીતે વંડો બનાવી વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધેલ હોય ચોમાસામાં સુપર આલાપ વિસ્તારમાં ઘરોમાં પાણીની ઘુસી ગયેલ હતા અને મુખ્ય માર્ગ પર ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા પરિણામે થોડા દિવસ પહેલા ખુબજ મોટી સંખ્યામાં આલપવાસીઓ એકત્ર થયા હતા એની વહીવટી તંત્રને દબાણ દૂર કરાવવા વિનંતીઓ કરી હતી અરજીઓ કરી હતી,એજ રીતે આલાપ સોસાયટીનો 80 ફૂટના મુખ્ય માર્ગની પ્રવેશતાની જમણી બાજુનો 40 ફૂટનો રસ્તો એ બાજુના રહેવાસીઓએ વર્ષોથી દબાણ કરેલ છે,જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય આલપવાસીઓએ વખતોવખત આ દબાનકર્તાઓને દબાણ દૂર કરવા વિનંતીઓ કરેલ છતાં માનતા નથી,કલેકટર, પ્રાંત અધિકારી,મામલતદાર,ચીફ ઓફિસરને દબાણ દૂર કરવા અરજીઓ કરેલ છતાં આ દબાનકર્તાઓ દબાણ દૂર કરવાનું નામ ન લેતા હોય,મુખ્ય માર્ગની ડાબી બાજુ રહેતા રહીશોએ મુખ્ય માર્ગ પર પથ્થર,કપચીઓના ઢગલા કરી દીધેલ છે,છતાં જમણી બાજુના દબાણકર્તાઓ દબાણ હટાવતા ન હોય,માત્ર પાંચ – છ વ્યક્તિઓની અડોળાઈ અને દાદાગીરીના કારણે સો વિઘાની આલાપ સોસાયટીમાં રહેતા હજારો લોકો હેરાન પરેશાન થઈ રહયા હોય ગત દિવસોમાં જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તમામ દબાનકર્તાઓને 10 ઓગષ્ટ સુધીમાં દબાણ હટાવવા માટેની નોટિસ આપેલ છે,નોટિસ મળતા દબાનકર્તાઓ રાજકીય દાવપેચ ખેલી, ધારાસભ્યને રજુઆત કરવા ઉપડી ગયા અને એવું બહાનું કાઢવા લાગ્યા કે જમણી બાજુનો રસ્તો મંજુર થાય પછી દબાણ દૂર કરીશું પણ આલપવાસીઓનું કહેવું છે કે બે વખત રસ્તો મંજુર થયેલ પણ દબાણના કારણે રસ્તો બની શકેલ નથી માટે આ વખતે અલપવાસીઓની લાગણી અને માંગણી એક જ છે કે એંસી ફૂટનો રસ્તો ખુલ્લો થવો જ જોઈએ અને તમામ આલપવાસીઓ ધારાસભ્યને પણ વિનંતિ કરે છે કે માત્ર પાંચ છ વ્યક્તિઓના બદલે સમગ્ર આલાપ સોસાયટીના હજારો લોકોના હિતને પ્રાધાન્ય આપે અને વહેલી તકે વંડાનું અને મુખ્ય માર્ગનું દબાણ દૂર થાય એમાં મદદરૂપ થવા જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!