HALOLPANCHMAHAL

હાલોલ-ગોધરા રોડ પર પીકઅપ ગાડીએ બાઈકચાલકોને અડફેટે લેતા એકનું કરુણ મોત

તા.૧૦.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ગોધરા રોડ ઉપર એકટીવા પર સવાર બે ઇસમો ને પિકઅપ ડાલાએ અડફેટમાં લેતા એકટીવા ઉપર સવાર બે પૈકી એકનુ વડોદરા એસ.એસ.જી.હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે. બનાવો અંગે પોલીસે અજાણ્યા પિકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સેમરી બુજગૅ અને હાલ હાલોલ માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સંજય રામકિશન ધાકડ ઉ.વ.23 તથા સંજીવ કરણસિંહ ધાકડ ઉ.વ.27 નાઓ ગતરોજ શુક્રવારે ગોધરા રોડ નવજીવન ચોકડીથી હાલોલ તરફ આવી રહ્યા હતા. ત્યારે હાલોલના ગોધરા રોડ ઉપર એશિયન ગ્રીન સોસાયટી નજીક થી પસાર થઈ રહ્યા હતા.ત્યારે એક પીકઅપ ડાલાના ચાલકે પૂરઝડપે અને ગફલતભર્યું હંકારીને આવતા એકટીવા ઉપર સવાર સંજય તથા સંજીવને અડફેટમાં લેતા બંને લોકો રોડ ઉપર ભંગોળાઈ ગયા હતા. અકસ્માતને લઈ સંજય તથા સંજીવને માથાના તથા શરીરના ભાગ ઉપર ગંભીર પ્રકારની ઇજાઓ પામી હતી.અકસ્માતને લઈ બનાવ સ્થળે લોકટોળા ઉમટયા હતા.તે પૈકી કોઈએ ૧૦૮ ને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને યુવાનોની હાલત ગંભીર જણાતા ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ સાથે નોકરી કરતા મિત્રને કરતા તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.ત્યાં તેઓને ખબર પડી કે સંજય તથા સંજીવને વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જેથી તેઓ વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે સંજય તથા સંજીવની સારવાર ચાલતી હતી. પરંતુ મોડી રાત્રે સંજય રામકૃષ્ણ ધાકડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે અકસ્માતનો ભોગ બનનાર સંજયના મિત્ર સૌરભ સંતોષ શર્માએ હાલોલ ટાઉન પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાન્યા પીકપ ડાલાના ચારક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!