GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બી.જી. ગરૈયા આયુર્વેદિક કોલેજ દ્વારા સૈનિક રાહત ફંડ પેટે કલેક્ટરશ્રીને રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ

તા.૨૦/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટની બી.જી. ગરૈયા આયુર્વેદિક કોલેજ દ્વારા સૈનિક રાહત ફંડ પેટે કલેક્ટર શ્રી પ્રભવ જોશીને રૂપિયા ૫૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં દેશની સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે કોલેજ તરફથી મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં દવાઓ, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ સહિતની સેવા માટે તૈયાર હોવાની ખાતરી આપવામાં આવી હતી. એન.જી.ઓ. સાથેની બેઠક બાદ કોલેજના ડાયરેક્ટરશ્રી વનરાજ ગરૈયા સહિતનાઓએ કલેક્ટરશ્રીને સૈનિક રાહત ફંડ પેટે રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!