MORBi:ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત ન કરી શકતા ચેક રીટર્નના કેસમા આરોપી નો નિર્દોષ છુટકારો
MORBi:ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત ન કરી શકતા ચેક રીટર્નના કેસમા આરોપી નો નિર્દોષ છુટકારો
મોરબી ની એડી. સીની.સિવિલ જજ સાહેબ ની કોર્ટમાં નેગો.ઇન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ની ફરિયાદ દાખલ જેમાં ફરિયાદી ની ફરિયાદ એવી હતી કે, આ કામના ફરિયાદી એન્જીલો ટાઈલ્સ નામની ભાગીદારી પેઢી ધરાવે છે. તેમજ સિરામિક ફ્લોર ટાઈલ્સ નું તેમજ તેને લગતી ચીવસ્તુ નું ઉત્પાદન કરી હોલસેલ તથા રીટેઇલ વેચાણ કરે છે તેમજ આ કામના આરોપી જે આર.કે ટાઈલ્સ ના પ્રોપરાઈટર છે અને આ કામના આરોપી પણ ગ્લેઝ ટાઈલ્સ નો વેપાર કરે છે તેમજ આ કામના ફરિયાદી પેઢી પાસેથી આરોપી ટાઈલ્સ ની ખરીદી કરતા હતા આમ ફરિયાદી અને આરોપી વચે વેપારી સંબધ આવેલ છે તેમજ આ કામના આરોપી અવાર નવાર ફરિયાદી પાસેથી ઉધાર માલ ની ખરીદી કરેલ અને આ કામના આરોપી એ ફરિયાદી ને ઉધાર માલની ખરીદી પેટે ફરિયાદી ને બાકી નીકળતી લેણી રકમ રૂપિયા ૧૩,૨૬,૦૦૦/- અંકે રૂપિયા તેર લાખ છવીસ હાજર પુરા નો ઇન્ડિયન ઓવરસીસ બેંક પેડાપુરમ શાખાનો ચેક તારીખ ૨૯/૦૯/૨૦૨૨ ના રોજ નો ચેક આપેલ જે ચેક આ કામના ફરિયાદી એ તેની બેંક એચ.ડી.એફ.સી બેંક મોરબી શાખા માં વટાવા માટે નાખતા એક્સીડસ એરજમેન્ટ” ના શેરા સાથે પરત ફરતા ફરિયાદી એ આ કામના આરોપી વિરુધ મોરબી ની એડી. સીની.સિવિલ જજ સાહેબ ની કોર્ટમાં નેગો.ઇન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ની ફરિયાદ દાખલ કરેલ હતી.
જયારે આરોપી નો બચાવ એવો હતો કે ઉપરોક્ત ચેક એ લેણી રકમ પેટે નથી જે કેસ માં આરોપી તરફે વિધવાન ધારાશાસ્ત્રીઓ એમ.એન.સાંગાણી અને હિમશીખા એમ.રાઠોડ રોકાયેલા હતા . જે ધારાસશ્ત્રીઓ એ આરોપી તરફે રહી સંપૂર્ણ કેસમાં લગતા વળગતા પુરાવાઓ રજુ રાખેલ તેમજ ફરિયાદી ના વકીલ શ્રી દ્વારા પણ પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ બને પક્ષે ધારદાર દલીલો કરી નામ. હાઈ કોર્ટ સુપ્રિમ કોર્ટ ના ચુકાદા રજુ રાખેલ જે તમામ પુરાવાઓ અને દલીલો ધ્યાને લઇ નામ. કોર્ટ દ્વારા ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત ન કરી શકતા આરોપી ને નિર્દોષ જાહેર કરી છોડી મુકેલ જેમાં આરોપી તરફે વિધવાન ધારાશાસ્ત્રીઓ એમ.એન.સાંગાણી અને હિમશીખા એમ.રાઠોડ રોકાયેલા હતા.