આદિવાસી સમાજભવન નિર્માણ અર્થે તા.૨૬ ઓક્ટોબરના રોજ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ સોહમસર્કલ પાસે તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે સમાજ ભવનના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે . કલાકાર શ્રી તેજદાન ગઢવી તથા તેમના ક્લાકારોની ટીમ દ્વારા લોકગીત તથા લોકડાયરા થનાર છે . આ ભવ્ય લોકડાયરાનો મુખ્ય ઉદ્દેશ્ય “આદિવાસી સમાજ સુરત” માં હાલ કોઇ સમાજભવન કે શૈક્ષણિક સંકુલ નથી પરિણામે સુરતમાં દૂર-દૂરથી સ્પર્ધાત્મક પરીક્ષા કે કોલેજ કે યુનિવર્સિટીસી પરીક્ષા આપવા આવતા આંતરિયળ વિદ્યાર્થીઓને સુરતમાં કોઈ આશ્રય સ્થાન નથી .
<span;>આદિવાસી સમાજભવન નિર્માણ કરવામાં આવે અને તેમની સાથે શૈક્ષણિક સંકુલ પણ ઊભું કરવાના ઉમદા હેતુસર સુરત શહેરમાં રહેતા ૧૧ સમાજના જ્ઞાતિના સંગઠનો વિવિધ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ સાથે સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને નવ- યુવાનો મહિલાઓ બાળકો સાથે ઉપસ્થિત રહેવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમમાં મહિલા એસોસિએશન, એસ.ટી એસોસિએશન, બેન્ક એસોસિએશન, ઓએનજીસી એસોસિએશન, તેમજ નિવૃત કર્મચારી, અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓને ભવ્ય લોકડાયરામાં ઉપસ્થિત રહેવા કાર્યકારી અધ્યક્ષશ્રી કાંતિભાઈ એફ.કુન્બી ધ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.