નર્મદા ના તિલકવાડા તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવદ કથા નો થયો શુભારંભ
પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજી ના મધુર કંઠે નગરજનો એક સપ્તાહ સુધી શ્રીમદ ભાગવદ કથા સાંભળશે
વસિમ મેમણ / નર્મદા
નર્મદા જિલ્લા ના તિલકવાડા નગરના કાછિયાવાડ વિસ્તારમાં સ્થિત તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ થી એક સપ્તાહ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથાનું આજ થી શુભારંભ કરવામાં આવ્યો છે તિલકવાડા નગરના પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજીના મધુર કંઠે ભક્તો ભાગવત કથા સાંભળશે આજ થિ ભાગવત કથાનો શુભારંભ થતાં ભક્તો અનેરી ભક્તિમાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજી રહે છે. જેવો દેશ અને વિદેશમાં ભાગવત કથા સંભળાવતા હોય છે આ ભાગવત કથા સાંભળીને ભક્તો અનેરી ભક્તિમાં લિન થતા હોય છે ત્યારે જયદેવ શાસ્ત્રીજી ના મધુર કંઠે શ્રી મદ ભાગવદ કથા સાંભળવા નો લાભ તિલકવાડા ના નગરજનો ને મળી રહે તે માટે તિલકવાડાના કાછયાવાડ વિસ્તારમા સ્થિત તિલકેશ્વર મહાદેવ મંદિર દર વર્ષ ની જીમ આ વર્ષે પણ એક સપ્તાહ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજીના મધુર અવાજે ભક્તો એક સપ્તાહ સુધી ભાગવત કથા સાંભળવા નો આનંદ ઉઠાવશે. આ ભાગવદ કથા નો શુભારંભ પહેલા તિલકવાડાના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં રામજી મંદિર ખાતેથી ઘોડા બગી સાથે ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી. નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી ને તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને મંદિર ખાતે પુંજા અર્ચના કર્યા બાદ બપોરના ત્રણ કલાકથી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો આજ થિ શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથા એક સપ્તાહ સુધી ચાલશે આ ભાગવદ કથા સાંભળવા માટે નગરજનો અને આસ પાસ ના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.