નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને કોમર્શિયલ વિસ્તારોમાં રાત્રી સફાઈ અભિયાન શરૂ કરાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શહેરી સ્વચ્છતા અને સજાગ આરોગ્ય વ્યવસ્થા જાળવવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા દરરોજ રાત્રિના સમયે નિયમિત નાઈટ સફાઈ (Night Sweeping) કરવામાં આવે છે. ખાસ કરીને હોટેલ વિસ્તાર, બજાર વિસ્તારમાં જનસંખ્યાની ભીડ બાદ જમ્મી રહેલા કચરાનો સમયસર નિકાલ અને સફાઈ માટે આ કામગીરી અતિ મહત્વપૂર્ણ છે.
આ અભિયાન હેઠળ શહેરના કુલ ૧૪ વ્યસ્ત અને મુખ્ય માર્ગો પસંદ કરાયા છે જેમ કે – ગોલવાડથી ચાંદની ચોક, ટાવર બજાર, શાકભાજી માર્કેટ, ટેકનિકલ સ્કૂલ, મહાવીર ચોક, જૂનાથાણા વગેરે વિસ્તારો આવરી લેવાયા છે.
આ કામગીરી માટે 60 જેટલા સફાઈ કામદારો તેમજ 3 ટેમ્પા અને 3 ટ્રેક્ટર (જીવીપી અને સ્પ્રે મશીનથી સજ્જ) નો ઉપયોગ થાય છે. રાત્રિના સમયે ખાસ કરીને હોટેલ વેસ્ટ કલેક્શન, કચરા સ્પોટ્સની સાફસફાઈ, અને દુર્ગંધ રહિત વાતાવરણ જાળવવા માટે નિયત ટીમ કાર્યરત રહે છે.
નવસારી મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે તેઓ પણ સફાઈ અભિયાનમાં સહભાગી બને, જાહેર સ્થળોએ કચરો નાંખવાનું ટાળે અને સ્વચ્છ નવસારીના નિર્માણમાં પૂરે પૂરો સહયોગ આપે..SWM વિભાગ