હાલોલ તાલુકાના રામેશરા કેન્દ્રની શ્રી પી.એમ.પરીખ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો.૧૦ SSC બોર્ડનું ૯૫.૯૮% પરિણામ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૫.૨૦૨૪
માર્ચ ૨૦૨૪ માં યોજાયેલી ધોરણ ૧૦ એસ.એસ.સી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા વિધાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જેમાં હાલોલ કેન્દ્રનું ૭૩.૪૫ ટકા પરિણામ આવ્યું છે.જેમાં હાલોલ તાલુકામાં આવેલ રામેશરા કેન્દ્રનું પરિણામ ૯૨.૩૧ ટકા આવ્યું છે. જેમાં રામેશરા ખાતે 539 વિદ્યાર્થીઓ ધોરણ 10 એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા જે પૈકી 533 વિદ્યાર્થીઓએ ધોરણ 10 એસ.એસ.સી બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી 492 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં રામેશરા કેન્દ્રમાં આવેલી શ્રી પી.એમ.પરીખ સાર્વજનિક હાઈસ્કૂલનું ૯૫.૯૮ ટકા પરિણામ આવ્યું છે.જેમાં શ્રી પી.એમ.પરીખ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હિમેશ પરમારે ૯૬.૬૪ પર્સન્ટાઈલ રેન્ક અને ૯૦.૩૩ ટકા સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.જ્યારે વૈદીકા ચૌહાણે ૯૪.૭૭ પર્સન્ટાઈલ રેન્ક અને ૮૮.૧૭ ટકા સાથે બીજા ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કર્યું છે.જ્યારે પ્રિતિકા પરમારે ૯૩.૧૧ પર્સન્ટાઈલ રેન્ક સાથે અને ૮૬.૦૫ ટકા સાથે ત્રીજા ક્રમે અને હિના પરમારે ૯૨.૪૦ પર્સન્ટાઇલ રેન્ક અને ૮૫.૮૩ સાથે ચોથા ક્રમે અને પાંચમા ક્રમે ધ્રુવ વરિયા એ ૮૯.૩૩ પર્સન્ટાઈલ રેન્ક અને ૮૩.૧૭ ટકા મેળવી પાંચમા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં આ પાંચેય વિદ્યાર્થીઓએ શ્રી પી.એમ.પરીખ સાર્વજનિક હાઈસ્કૂલ રામેશરા તેમજ રામેશરા પંથકનું ગૌરવ વધારી પોતાના પરિવારને ગૌરવ અપાવ્યું છે જેમાં શ્રેષ્ઠ ક્રમે પાસ થનાર આ પાંચેય વિદ્યાર્થીઓને શાળા પરિવાર સહિત સમસ્ત રામેશરા ગામના ગ્રામજનો તેમજ તેઓના પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.