BANASKANTHAGUJARATPALANPUR

ગવરા પ્રા. શાળામાંથી જિલ્લાફેર બદલી થયેલ ગુરુજીઓનો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવેલ

11 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજે ગવરા પ્રાથમિક શાળામાંથી જિલ્લા ફેર બદલીથી બદલી કરાવેલ બે શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો. જેમાં કૃણાલભાઈ સોલંકી અને સોનલબેન બારોટ એ બન્ને મિત્રોની બદલી પોતાના વતનના જિલ્લામાં થયેલી હતી.ગવરા પ્રાથમિક શાળાના વડા આચાર્ય બેન શ્રી સેજલબેન સોની અને શાળા પરિવાર તરફથી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યા અધ્યક્ષ સ્થાને વિરમપુર સેન્ટરના શિક્ષક શ્રી વિનોદભાઈ પટેલ જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અંતર્ગત અમીરગઢ તાલુકાના મંત્રી એ શોભા વધારી હતી અને વિરમપુર સેન્ટર શાળા તેમજ તમામ પેટા શાળા ગોળીયા ,ટાઢોડી ચિકણવાસ અને કાદરપુરા તેમજ પેડચોલી ,થળા, અને ભાયલા પ્રાથમિક શાળાના ગુરુજીઓએ પણ હાજરી આપી હતી. એના સિવાય ગવરા ગામના આગેવાનો, એસ એમ.સી. અધ્યક્ષ અને વિરમપુરમાં સેવા બજાવતા ડોક્ટર ગૌતમભાઈ અને દરજી ભરતભાઈ પણ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ને દીપવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ પટેલે કર્યું હતું અને આભારવિધિ કમલેશભાઈ ચૌહાણે કરી હતી

Back to top button
error: Content is protected !!