સી.આઈ.એસ.એફ ના ૫૬ માં સ્થાપના દિન અંતર્ગત યોજાયેલી સાઈકલ રેલી ભરૂચ આવી પોહચી
સમીર પટેલ, ભરૂચ
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (સી.આઈ.એસ.એફ.)ના ૫૬ માં સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ના સૂત્ર સાથે લખપતથી કન્યાકુમારી સુધીની આશરે 3700 કિ.મી.ની યોજાયેલી સાયકલ રેલીનું પ્રથમ ગતરોજ સાંજના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં આગમન થયા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીનું 17 મી માર્ચના રોજ જંબુસર- આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગાંધી આશ્રમ કારેલીથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું.ત્યાંથી આ સાયકલ રેલી ત્રાલસા ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોની મુલાકાત લઈને હિંગલા ચોકડી થઈને ચાવજ,નંદેલાવ થઈને એબીસી ચોકડી પરથી નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચી હતી.ત્યાં તેઓએ ફોટો સેશન કરી આસપાસ પડેલી ગંદકીની સફાઈ કરીને અંકલેશ્વર તરફ રવાના થયા હતા. આ સાયકલ રેલીમાં ભરૂચ સાયકલ ગ્રુપના લોકો પણ જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે, સેવા, સુરક્ષા અને સલામતિનો ધ્યેય લઈ સીઆઇએસએફ કમાન્ડર કૃતિકા નેગી અને ઉપ કમાન્ડર વી. એસ. પ્રતિહારની આગેવાનીમાં 125 સાઈકલિસ્ટ સાથે યોજાયેલી સાઈકલ રેલી 25 દિવસમાં મહારાષ્ટ્ર, ગોવા, કેરળ સહિત 9 જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે 3700 કિલોમીટરનો પ્રવાસ ખેડનાર છે.