કારેલી થી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકી….
સમીર પટેલ, ભરૂચ
બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત ૩૭ જેટલા ને નાની મોટી ઇજા…
કારેલી થી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસેની ખુલ્લા વરસાદી કાંસમાં ખાબકતા બસ માં ચાલક સહિત ૩૦ થી વધુને ઇજા થઇ હતી…. સોમવારે સવારના રાબેતા મુજબ કારેલી ગામ થી એસ.ટી.બસ .વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો સાથે જંબુસર આવી રહી હતી.તે દરમ્યાન જંબુસરની ચાંદપીર દરગાહ પાસે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા રોડ ની બાજુમાં રહેલી ખુલ્લા વરસાદી કાંસમાં બસ ખાબકી હતી..જેના પગલે બસ માં સવાર મુસાફરો ની દર્દ અને ગભરાટ ભરી ચીસો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.તો આસપાસ ના લોકો પણ દોડી આવ્યા હતા. અકસ્માત માં ચાલક ,અને વિદ્યાર્થીઓ સહિત ૩૦ થી વધુને નાની મોટી ઇજા થવા પામી હતી.તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા…. સદર બનાવની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પીઆઇ એ વી પાનમિયા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી ની કવાયત હાથ ધરી હતી.